Home દેશ - NATIONAL રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ બોન્ડ જાહેર કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ બોન્ડ જાહેર કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા

17
0

(GNS),11

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને દિવાળીના અવસર પર અત્યાર સુધીની સૌથી મોટી ભેટ મળી છે, આ ભેટ 20 હજાર કરોડ રૂપિયાની છે,રિલાયન્સે બોન્ડ જાહેર કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. જોકે ગઇ કાલે કંપનીના શેર સપાટ બંધ રહ્યા હતા. બજાર બંધ થયું ત્યાં સુધી કંપનીના શેર રૂ.2314.30 પર ટ્રેડ કરી રહ્યા હતા. ચાલો તમને એ પણ જણાવીએ કે રિલાયન્સ દ્વારા કયા પ્રકારના બોન્ડ જાહેર કરવામાં આવ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 7.79 ટકા વ્યાજ પર બોન્ડ ઈશ્યુ કરીને રૂ. 20,000 કરોડ એકત્ર કર્યા છે. બિન-નાણાકીય ભારતીય કંપની દ્વારા આ સૌથી મોટો બોન્ડ ઈશ્યુ છે. કૂપન એટલે કે વ્યાજ દર સરકારના ધિરાણ ખર્ચ કરતાં 0.4 ટકા વધુ છે. શેરબજારને આપેલી માહિતીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જણાવ્યું કે કંપનીના 10 વર્ષના બોન્ડ 7.79 ટકા વ્યાજ પર વેચવામાં આવ્યા હતા. કંપનીએ જણાવ્યું હતું કે કંપનીએ આજે ​​પ્રાઈવેટ પ્લેસમેન્ટના આધારે જારી કરાયેલ રૂ. 1,00,000ની ફેસ વેલ્યુના 20,00,000 સુરક્ષિત, રિડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જારી કર્યા છે…

યોજના વિષે જણાવીએ, ઇશ્યૂનું મૂળ કદ રૂ. 10,000 કરોડનું હતું. વધુ બિડના કિસ્સામાં રકમને 10,000 કરોડ રૂપિયા સુધી વધારવાનો વિકલ્પ પણ હતો. આ સપ્તાહની શરૂઆતમાં, કંપનીના બોન્ડ ઇશ્યૂને રૂ. 27,115 કરોડની બિડ મળી હતી. વીમા કંપનીઓએ આમાં રસ દાખવ્યો હતો. આ રકમમાંથી તેણે 20,000 કરોડ રૂપિયા પોતાની પાસે રાખ્યા હતા. રિલાયન્સ કંપનીના શેરના ભાવ પર એક નજર કરીએ તો, રિલાયન્સ BSE અને નેશનલ સ્ટોક એક્સચેન્જ પર NCD ને લિસ્ટ કરવાની યોજના ધરાવે છે. સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે રિલાયન્સનો શેર સપાટ બંધ રહ્યા હતા. BSE પાસેથી મળેલી માહિતી અનુસાર, કંપનીનો શેર 0.16 ટકાના ઉછાળા સાથે રૂ. 2314.30 પર બંધ થયો હતો. જોકે, આજે કંપની રૂ. 2308 પર ખુલી હતી અને ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ. 2317 પર પણ પહોંચી હતી. કંપનીની 52 સપ્તાહની ઊંચી સપાટી રૂ. 2,635.17 છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 15,65,781.62 કરોડ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએરટેલના #ShareYourCheerએ 2011ના વર્લ્ડ કપના ગૌરવને પુનર્જીવિત કર્યું
Next articleઇડીએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલની રુ. 24.95 કરોડની સંપતિ જપ્ત કરી