Home દેશ - NATIONAL ઇડીએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલની રુ. 24.95 કરોડની સંપતિ જપ્ત કરી

ઇડીએ હીરો મોટોકોર્પના ચેરમેન પવન મુંજાલની રુ. 24.95 કરોડની સંપતિ જપ્ત કરી

16
0

(GNS),11

ધનતેરસ પર હીરો મોટોકોર્પના ચેરમેનની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ હીરો મોટોકોર્પના સીએમડી અને ચેરમેન પવનકાંત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો હંગામી ધોરણે જપ્ત કરી છે. EDએ દિલ્હી સ્થિત પવનકાંત મુંજાલની લગભગ 24.95 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ કરવામાં આવી છે. EDની આ કાર્યવાહી બાદ હીરો મોટોકોર્મના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે મની લોન્ડરિંગ કેસની તપાસના ભાગરૂપે હીરો મોટોકોર્પના એક્ઝિક્યુટિવ ચેરમેન પવન કાંત મુંજાલ સામે રૂ. 24.95 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી સ્થિત મુંજાલની ત્રણ સ્થાવર મિલકતો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ કામચલાઉ રીતે જપ્ત કરવામાં આવી છે…

નિવેદન અનુસાર, મુંજાલ સીએમડી (ચેરપર્સન અને મેનેજિંગ ડિરેક્ટર) અને હીરો મોટોકોર્પ લિમિટેડના ચેરમેન છે અને તેમની કુલ સંપત્તિ લગભગ 24.95 કરોડ રૂપિયા છે. પીએમએલએ હેઠળ મુંજાલ અને તેની કંપનીઓ સામે કેસ નોંધ્યા બાદ ઈડીએ ઓગસ્ટમાં દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) દ્વારા ચાર્જશીટની સંજ્ઞાન લીધા પછી કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેના પર ભારતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશી ચલણ વહન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. EDએ કહ્યું, “પ્રોસિક્યુશન દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે 54 કરોડ રૂપિયાનું વિદેશી ચલણ ગેરકાયદેસર રીતે ભારતની બહાર લઈ જવામાં આવ્યું હતું.” દરમિયાન, EDની કાર્યવાહી પછી, હીરો મોટોકોર્પના શેરમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કંપનીના શેર હાલમાં લાલ નિશાનમાં ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. 70થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝએ બોન્ડ જાહેર કરીને 20 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા
Next articleધનતેરસના દિવસે ભારતીય શેરબજારમાં નરમી, ઈતિહાસમાં પ્રથમવાર રવિવારે શેરમાર્કેટ ખુલશે