Home Video રિક્ષાચાલકે છોકરીને ગંદી કોમેન્ટ પછી પકડ્યો હાથ, પછી 500 મીટર ઢસેડી

રિક્ષાચાલકે છોકરીને ગંદી કોમેન્ટ પછી પકડ્યો હાથ, પછી 500 મીટર ઢસેડી

47
0

મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક આશ્વર્યજનક ઘટના સામે આવી છે. અહીં 21 વર્ષની એક કોલેજની વિદ્યાર્થીને સાથે એક ઓટો રિક્શા ચાલકે કથિત રીતે છેડતી કરી છે. આ સાથે જ વાહન સાથે લગભગ 500 મીટર સુધી રસ્તા પર ઢસેડી ફરાર થઇ ગયો છે. ઘટનામાં વિદ્યાર્થી ગંભીર રૂપથી ઘાયલ થઇ. વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઘટનાસ્થળ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં ઓટો રિક્શા ચાલકની કરતૂત કેદ થઇ ગઇ. ઘટના સવારે 6.45 વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફરાર આરોપી ઓટો રિક્શા ચાલકની શોધખોળ ચાલી રહી છે. પોલીસે ઘણી પોલીસની ટીમો બનાવીને આરોપીને ટ્રેક કરવા લાગી છે.

મીડિયા રિપોર્ટ્સના અનુસાર ઇન્સ્પેક્ટર જયરાજ રાણાવરેએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીની કોલેજ જઇ રહી હતી, ત્યારે રસ્તા પર ઉભેલા એક ઓટો રિક્શા ચાલકે તેના પર ભદ્દી કોમેન્ટ કરી. આરોપ છે કે વિરોધ પર ઓટો રિક્શા ચાલકે વિદ્યાર્થીનીનો હાથ પકડી લીધો અને તેને અંદર ખેંચી લીધી. ત્યારબાદ આરોપીએ ભાગવાનો પ્રયત્ન કર્યો તો વિદ્યાર્થીનીએ તેનો કોલર પકડી લીધો. એટલા માં આરોપીએ ઓટો રિક્શા ચાલુ કરી દોડાવી મુકી. ઘટનાસ્થળ પર લાગેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે વિદ્યાર્થી આરોપી ઓટો રિક્શા ચાલકને પકડીને રોકવાનો પ્રયત્ન કરી રહી હતી, ત્યારે ઓટો ચાલકે રિક્શા સ્પીડમાં દોડાવી દીધી.

ત્યારબાદ વિદ્યાર્થીની રસ્તા પર જ લગભગ 500 મીટર સુધી ઢસેળાઇ. ત્યારબાદ પણ ઓટો ચાલકે રિક્શા રોકી નહી. વિદ્યાર્થીના હાથની પકડ ઢીલી પડતાં જ તે રસ્તા પર પડી ગઇ. સ્પીડમાં ઓટો રિક્શા ચાલક ભાગી નિકળ્યો. ઘટનાસ્થળે પસાર થઇ રહેલા વાહન રોકાયા નહી. પસાર થઇ રહેલા રાહદારીઓએ વિદ્યાર્થીનીને રસ્તા પર ઇજાગ્રસ્ત જોઇ પોલીસને સૂચના આપી, ઇજાગ્રસ્ત અવસ્થામાં વિદ્યાર્થીને હોસ્પિટલ લઇ જવામાં આવી. પોલીસના અનુસાર એક ફરિયાદના આધારે ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને અન્ય પ્રાસંગિક જોગવાઇઓ અંતગર્ત કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે પોલીસની ટીમો આરોપીને ટ્રેક કરવા માટે લાગી ગઇ છે. ઓટો ચાલક ફરાર છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બનશે?… તે 8 ડિસેમ્બરે સ્પષ્ટ થઈ જશે?…
Next articleકેરલમાં એક માછલી વિક્રેતાને ઘર સીલની નોટિસ, કલાકોમાં નસીબે લાગી લોટરી!…