Home દેશ - NATIONAL રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ કેન્સર માટે ભારતની પ્રથમ હોમ-ગ્રોન જીન થેરેપીનો શુભારંભ...

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ કેન્સર માટે ભારતની પ્રથમ હોમ-ગ્રોન જીન થેરેપીનો શુભારંભ કરાવ્યો

73
0

(જી.એન.એસ),તા.૦૪

મુંબઈ,

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ ગુરુવારે આઈઆઈટી બોમ્બેમાં કેન્સર માટે ભારતની પ્રથમ સ્વદેશી જનીન થેરેપીનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની પ્રથમ જનીન ઉપચારની શરૂઆત કેન્સર સામેની આપણી લડતમાં એક મોટી સફળતા છે. “સીએઆર-ટી સેલ થેરેપી” નામની સારવારની આ લાઇન સુલભ અને સસ્તી હોવાથી, તે સમગ્ર માનવજાત માટે એક નવી આશા પૂરી પાડે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે અસંખ્ય દર્દીઓને નવું જીવન આપવામાં સફળ રહેશે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સીએઆર-ટી સેલ થેરેપીને તબીબી વિજ્ઞાનમાં સૌથી અસાધારણ પ્રગતિમાંની એક માનવામાં આવે છે. તે છેલ્લા કેટલાક સમયથી વિકસિત રાષ્ટ્રોમાં ઉપલબ્ધ છે, પરંતુ તે ખૂબ જ ખર્ચાળ છે, અને વિશ્વભરના મોટાભાગના દર્દીઓની પહોંચની બહાર છે. તેમને એ જાણીને આનંદ થયો કે આજે લોન્ચ કરવામાં આવી રહેલી થેરેપી વિશ્વની સૌથી સસ્તી સીએઆર-ટી સેલ થેરેપી છે. તેમણે કહ્યું હતું કે, આ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનું પણ ઉદાહરણ છે. ‘અખંડ ભારત’નું એક ઝળહળતું ઉદાહરણ.

રાષ્ટ્રપતિને એ જાણીને આનંદ થયો કે ભારતની પ્રથમ સીએઆર-ટી સેલ થેરેપી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલ વચ્ચેના જોડાણ દ્વારા ઔદ્યોગિક ભાગીદાર ઇમ્યુનોએક્ટના સહયોગથી વિકસાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, આ શૈક્ષણિક-ઉદ્યોગ ભાગીદારીનું પ્રશંસનીય ઉદાહરણ છે, જેણે આ પ્રકારનાં ઘણાં પ્રયાસોને પ્રેરિત કરવા જોઈએ.

રાષ્ટ્રપતિએ કહ્યું કે આઈઆઈટી બોમ્બે માત્ર ભારતમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં, તકનીકી શિક્ષણના મોડેલ તરીકે પ્રખ્યાત છે. સીએઆર-ટી સેલ થેરેપીના વિકાસમાં ટેકનોલોજીને માત્ર માનવતાની સેવામાં જ મૂકવામાં આવતી નથી, પરંતુ અન્ય ક્ષેત્રની જાણીતી સંસ્થા તેમજ ઉદ્યોગ સાથે ભાગીદારી કરવામાં આવી છે. આઈઆઈટી, મુંબઈએ છેલ્લા ત્રણ દાયકામાં સંશોધન અને વિકાસ પર જે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તેનાથી આ શક્ય બન્યું છે. તેમણે કહ્યું હતું કે, આઈઆઈટી બોમ્બે અને તેના જેવી અન્ય સંસ્થાઓના અધ્યાપકો અને વિદ્યાર્થીઓના જ્ઞાનના પાયા અને કૌશલ્યોને કારણે સમગ્રપણે ભારતને ચાલી રહેલી ટેક્નોલૉજિકલ ક્રાંતિનો મોટો લાભ થશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય વાયુસેના દ્વારા પાન ઈન્ડિયા ઈમરજન્સી લેન્ડિંગ ફેસિલિટી સક્રિય કરાઈ
Next articleઆગામી લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત GMC મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ તેમના મત વિસ્તાર વોર્ડ નંબર 8 માં સેક્ટર 4 ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક કરી