Home દેશ - NATIONAL રાજ્યસભા ચૂંટણીમાં 15 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી કરવાની કરી ચૂંટણી પંચે...

રાજ્યસભા ચૂંટણીમાં 15 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી કરવાની કરી ચૂંટણી પંચે જાહેરાત

54
0

(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
ચૂંટણી પંચે રાજ્યસભાની સીટો પર ચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચની માહિતી પ્રમાણે દેશના 15 રાજ્યોની કુલ 57 રાજ્યસભા સીટો પર ચૂંટણી યોજાશે. તેમાં બધાની નજર ઉત્તર પ્રદેશ પર રહેશે, કારણ કે યુપીમાં સૌથી વધુ 11 સીટો પર રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી પંચની જાહેરાત પ્રમાણે આંધ્રપ્રદેશની 4 સીટ, છત્તીસગઢની 2, તેલંગણાની 2, મધ્યપ્રદેશની 3, તમિલનાડુની છ સીટ, કર્ણાટકની ચાર સીટ, ઓડિશાની 3, મહારાષ્ટ્રની 6, પંજાબની 2, રાજસ્થાનની 4, ઉત્તરાખંડની 1, બિહારની 5, ઝારખંડની 2, હરિયાણાની 2 સીટો પર મતદાન થવાનું છે. ચૂંટણીનું નોટિફિકેશન 24 મેએ જાહેર થશે. તો 31 મે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ હશે. ચૂંટણી પંચ પ્રમાણે ઉમેદવારીની સ્ક્રૂટનીની તારીખ 1 જૂન નક્કી કરવામાં આવી છે. તો ઉમેદવારી પત્ર પરત લેવાની છેલ્લી તારીખ 3 જૂન છે. તમામ 57 સીટો પર 10 જૂને સવારે 9થી સાંજે 4 કલાક સુધી મતદાન થશે. જ્યારે 10 જૂને સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકીરોન પોલાર્ડ ક્રિકેટની દુનિયામાં દમદાર ખેલાડી ગણાય છે
Next articleભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર નિમણૂક થઇ