Home દેશ - NATIONAL ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર નિમણૂક થઇ

ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમાર નિમણૂક થઇ

66
0

(જી.એન.એસ),તા.૧૨
નવીદિલ્હી
દેશમાં 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણી પણ નવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારની અધ્યક્ષતામાં યોજાશે. તો ગુજરાત, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી પણ તેમની દેખરેખમાં યોજાશે. ચૂંટણી કમિશનરના નિયમ પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષ કે 65 વર્ષની ઉંમર સુધી હોય છે. તેવામાં રાજીવ કુમારનો જન્મ 1960માં થયો છે. તેવામાં તેમનો કાર્યકાળ 2025 સુધી રહેવાનો છે. એટલે કે લોકસભા 2024ની ચૂંટણી પણ તેમની દેખરેખમાં થશે. કાયદા મંત્રાલયે 1984 બેચના આઈએએસ અધિકારી રાજીવ કુમારની ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક કરી છે. તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. આ વાતની જાણકારી કાયદા મંત્રાલયના એક પત્ર દ્વારા મળી છે. મહત્વનું છે કે વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો કાર્યકાળ 14 મેએ પૂર્ણ થઈ રહ્યો છે. તેવામાં રાજીવ કુમાર 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. કાયદા મંત્રાલય પ્રમાણે રાજીવ કુમારને આગામી મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તે 15 મેથી પોતાનો કાર્યભાર સંભાળશે. દેશમાં આગામી ગુજરાત, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ચૂંટણી થવાની છે. આ ચૂંટણી રાજીવ કુમારના નેતૃત્વમાં થશે. રાજીવ કુમાર 1984 બેચના ઈન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સેવાના અધિકારી છે. તેમનો જન્મ 19 ફેબ્રુઆરી 1960ના થયો હતો. રાજીવ કુમારે 2020માં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પહેલા તેઓ ઉદ્યમ પસંદગી બોર્ડના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે. રાજીવ કુમાર પાસે વહીવટી સેવાનો 36 વર્ષ જેટલો અનુભવ છે. તેમણે કેન્દ્ર સરકારના મંત્રાલયો સિવાય બિહાર અને ઝારખંડ કેડરમાં વર્ષો સુધી પોતાની સેવાઓ આપી છે. રાજીવ કુમાર કેન્દ્રીય નાણા સચિવના પદ પરથી વર્ષ 2020માં નિવૃત્ત થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યસભા ચૂંટણીમાં 15 રાજ્યોની 57 સીટ પર ચૂંટણી કરવાની કરી ચૂંટણી પંચે જાહેરાત
Next articleવાહ શું વાત છે?… IPLના મીડિયા રાઇટ્સ ખરીદવા Google પણ થયું સામેલ