(G.N.S) dt. 25
15મા રાષ્ટ્રીય મતદાતા દિવસે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવન પરિવારના સૌ સભ્યોને મતદાન કરવાના, મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લેવડાવ્યા હતા.
રાજભવન પરિસરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓને લોકતંત્રમાં પૂર્ણ આસ્થાપૂર્વક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. સૌએ દેશની લોકતાંત્રિક પરંપરા જાળવીને, સ્વતંત્ર, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ ચૂંટણીની ગરિમાને અક્ષુણ્ણ-અખંડ રાખીને, નિર્ભય થઈને, ધર્મ – વર્ગ – જાતિ – સમુદાય – ભાષા કે અન્ય કોઈ પ્રલોભનથી પ્રભાવિત થયા વિના, બધી જ ચૂંટણીઓમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના શપથ લીધા હતા.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.