Home ગુજરાત ઉત્તર ગુજરાત રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ

20
0

કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના વિદ્યાર્થીઓ શ્રી આચાર્ય દેવવ્રતજીના કૃષિ ક્ષેત્રના અભ્યાસ પૂર્ણ માર્ગદર્શનથી અત્યંત પ્રભાવિત

(જી.એન.એસ),તા.૨૦

ગાંધીનગર,

ગુજરાતની સ્ટડી ટુર પર આવેલા રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય – નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓએ આજે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. વિશેષતઃ કૃષિ અને સહકાર ક્ષેત્રના અભ્યાસ અર્થે આવેલા ત્રણેય સેનાના ઉચ્ચ અધિકારીઓની ટીમ સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવ્રતજીએ ભારતની કૃષિ પદ્ધતિથી લઈને પ્રાકૃતિક કૃષિ સંદર્ભે વિસ્તૃત વાત કરી હતી.

ભારતીય સેનાના મેજર જનરલ એસ. નાગરના નેતૃત્વમાં આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના અધિકારીઓને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, કૃષિમાં આત્મનિર્ભર થવા ભારતમાં હરિત ક્રાંતિ થઈ, તે વખતે કૃષિ વૈજ્ઞાનિકોએ એક હેક્ટરમાં 13 કિલો રાસાયણિક ખાતર નાખવાની ભલામણ કરી હતી. આજે એક એકરમાં 13 ગુણી રાસાયણિક ખાતર નાખવું પડે છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી ધરતી વેરાન થઈ ગઈ છે. ભારતે રાસાયણિક ખેતી છોડીને પુન પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવી પડશે તો જ ધરતીની ફળદ્રુપતા પાછી આવશે અને ખેત ઉત્પાદનો પૌષ્ટિક-સ્વાસ્થ્યપ્રદ બનશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વૈજ્ઞાનિક માહિતી આપતું સ્વાલિખિત પુસ્તક સૌ અધિકારીઓને ભેટ આપ્યું હતું અને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિની વિગતવાર જાણકારી આપી હતી. રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલય રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રમાં સલાહ આપે છે અને સંશોધનો કરે છે. ભારતીય સેનાની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ, સિવિલ સર્વિસીસના ઉચ્ચ અધિકારીઓ તથા મિત્ર દેશોની સેનાના અધિકારીઓ આ મહાવિદ્યાલયમાં તાલીમ મેળવે છે. ગુજરાતની સ્ટડી ટુર પર આવેલા નેશનલ ડિફેન્સ કોલેજના તાલીમાર્થીઓમાં જાપાન, શ્રીલંકા, નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ પણ હતા. તમામ અધિકારીઓ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના કૃષિ ક્ષેત્રના અભ્યાસ પૂર્ણ માર્ગદર્શનથી અત્યંત પ્રભાવિત થયા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમદાવાદ જિલ્લામાં ૩૦,૭૩૦ દિવ્યાંગ મતદારો લોકસભા ચૂંટણીમાં સહભાગી થશે
Next articleગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ વિઘાનસભા મત વિભાગના નિયત થયેલ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે