Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ વિઘાનસભા મત વિભાગના નિયત થયેલ સ્ટ્રોંગ...

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ વિઘાનસભા મત વિભાગના નિયત થયેલ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવે

19
0

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ વિધાનસભા મત વિભાગોની મુલાકાત ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ લીઘી હતી

(જી.એન.એસ),તા.૨૦

ગાંધીનગર,

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કરવા માટે તંત્ર સક્રિય બની ગયું છે. આજે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેએ ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ ૫૫ સાબરમતી, ૪૫- નારણપુરા તથા ૪૧ ઘાટલોડિયા વિધાનસભા મતવિભાગોના નિયત થયેલ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીઘી હતી અને અહીં સુનિશ્ચિત થયેલ વ્યવસ્થાનું બારીકાઇથી નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ સંદર્ભે યોગ્ય માર્ગદર્શન અધિકારી- કર્મચારીઓને આપ્યું હતું. આ મુલાકાત સમયે ગાંધીનગર જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પાર્થ કોટડિયા અને ચૂંટણી મામલતદાર શ્રી ર્ડા. આર.કે.પટેલ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે રાષ્ટ્રીય રક્ષા મહાવિદ્યાલયના અધિકારીઓ
Next articleકોલંબો સિક્યુરિટી કોન્ક્લેવ – ત્રીજી મેરીટાઇમ લો વર્કશોપ (19મી માર્ચ 2024)