Home ગુજરાત ગાંધીનગર રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ :  શિક્ષણ મંત્રી...

રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ ફી નિર્ધારિત કરાઈ :  શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર

7
0

રાજ્યના ચાર ઝોનમાં FRC ફી નિયમન સમિતિ કાર્યરત

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

રાજ્યની ખાનગી શાળાઓમાં ફી નિયમન માટે સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળા ફી અધિનિયમ ૨૦૧૮ હેઠળ FRCની રચના કરવામાં આવી છે. જેના, ભાગરૂપે રાજ્યની ખાનગી શાળાઓમાં FRCની માર્ગદર્શિકા મુજબ નિયત ફી નિર્ધારિત  કરવામાં આવી છે તે મુજબ ફી લેવામાં આવે છે.સ્વનિર્ભર શાળા દ્વારા જ્યારે ફી નક્કી કરવામાં આવે છે ત્યારે તેને સૌપ્રથમ FRC સમક્ષ રજૂ કરવામાં આવે છે જ્યાં યોગ્ય ચકાસણી બાદ તેને ફેરફાર સાથે મંજૂર અથવા ના મંજૂર કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું.  

શિક્ષણ મંત્રી ડૉ. ડિંડોરે કહ્યું હતું કે, FRC સમક્ષ જ્યારે શાળા કે સંસ્થા દ્વારા ફી મંજૂર માટે માળખું રજૂ કરવામાં આવે છે ત્યારે સમિતિ દ્વારા ટ્રાન્સપોર્ટ, બોડિંગ,ઘોડેસવારી જેવી અન્ય પ્રવૃતિઓની ફી મંજૂર કરવામાં આવતી નથી. સંસ્થાએ રજૂ કરેલો ખર્ચ CA દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યો હોય છે, આમાં FRC દ્વારા અમાન્ય ખર્ચ મંજૂર કરવામાં આવતો નથી. આ માટે રાજ્ય સરકાર દ્વારા ચાર ઝોન એટલે કે અમદાવાદમાં ૮ જિલ્લા,વડોદરામાં ૭ જિલ્લા,રાજકોટમાં ૧૧ જિલ્લા અને સુરતમાં ૭ જિલ્લાને સમાવતી FRC ફી નિયમન સમિતિ રચવામાં આવી છે. આ ઝોન કક્ષાની સમિતિમાં અધ્યક્ષ તરીકે નિવૃત્ત જિલ્લાના જજની નિયુક્તિ કરવામાં આવી છે આ ઉપરાંત સમિતિમાં CA, માન્ય સિવિલ ઇજનેર, સ્વનિર્ભર સંસ્થાના પ્રતિનિધિ, શિક્ષણ શાસ્ત્રી  અને જિલ્લાના શિક્ષણાધિકારીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત હાઇકોર્ટના નિવૃત જજની અધ્યક્ષતામાં રાજ્ય સરકારની FRC કમિટી બનાવવામાં આવી છે જેમાં, શિક્ષણ સચિવ, નાણા સચિવ, પ્રાથમિક શિક્ષણ નિયામક વગેરેની નિયુક્તિ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાની FRC સમિતિ સમક્ષ જો કોઈને સંતોષ ના હોય તો તે નામ. હાઇકોર્ટ સમક્ષ દાદ માંગી શકે છે તેમ,મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 

શિક્ષણ મંત્રી ડૉ.ડિંડોર અમદાવાદની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા FRC સમિતિ સમક્ષ ધોરણ ૧ થી ૩માં રૂ. ૧.૪૦ લાખ ફી નિયત કરવામાં આવી હતી જે સમિતિ દ્વારા ઘટાડીને માત્ર રૂ. ૩૬ હજાર કરવામાં આવી છે જ્યારે ધોરણ ૪ થી ૬માં  રૂ. ૪૧ હજાર, ધોરણ ૭ થી ૮માં રૂ. ૪૨ હજાર અને ધોરણ ૯ થી ૧૦માં રૂ. ૪૫ હજાર ફી નક્કી કરવામાં આવી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field