Home ગુજરાત ગાંધીનગર રાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન,...

રાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાનના વળતરમાં બીજી વાર વધારો :- ઊર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ

19
0

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય

¤ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે નુકશાન સામે સરકારના પ્રવર્તમાન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે વળતર ચૂકવાશે

¤ ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમીશન લાઈનની પહોળાઇ તથા લંબાઈને ધ્યાને લઇ જમીનના વિસ્તારના ૨૫ ટકા લેખે વળતર ચૂકવાશે

¤ ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરાશે

¤ શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી    ટ્રાન્સમીશન લાઈન પસાર થાય તેની તકેદારી રખાશે

(જી.એન.એસ),તા.૦૫

ગાંધીનગર,

ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોના હિતમાં  મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોની માંગણીને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર ઉભા કરતા સમયે જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાન સામે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા વળતરના દરમાં વધારો કરવામાં આવ્યો છે.

પ્રવર્તમાન માર્ગદર્શિકામાં કરાયેલા સુધારા અંગે વાત કરતા મંત્રી શ્રી દેસાઈએ જણાવ્યું કે, ટ્રાન્સમિશન ટાવરના કા૨ણે ટાવર આધારિત વિસ્તાર (ટાવ૨ના ચાર પાયા વચ્ચેનો ભાગ)ની જમીનના નુકશાન પેટે વળતર ચૂકવવામાં આવશે. આ માટે વળતરની ગણતરી કરતી વખતે જે-તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઈન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે ગણતરી કરીને વળતર ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

રાજ્ય સરકારના આ ખેડૂત હિતલક્ષી નિર્ણયને કારણે હાલમાં જે વળતર મળે છે તેમાં અંદાજે બે ગણો વધારો થશે.

તેમણે રાઈટ ઓફ વે કોરીડોરની વાત કરતા ઉમેર્યું કે, ટ્રાન્સમિશન લાઈનના કારણે જમીનના મૂલ્યમાં થતાં ઘટાડા અંગે સરકાર દ્વારા ચૂકવાતા વળતરમાં પણ સુધારો કરાયો છે. જમીન માલિકની જમીન ઉપરથી પસાર થતી વીજ લાઇનની પહોળાઇ તથા લંબાઈને અનુલક્ષીને જમીનના વિસ્તારના ૧૫ ટકાની જગ્યાએ ૨૫ ટકા મુજબ વળતરનું ચૂકવણું કરવામાં આવશે. આ વળત૨ જે તે સમય અને સ્થળના સરકારશ્રીના પ્રવર્તમાન ઓનલાઇન જંત્રી દરોના ૨૦૦ ટકા લેખે વળત૨ ચૂકવવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં જો કોઈ સુધારો કરવામાં ન આવે તો વાર્ષિક ૧૦ ટકા લેખે વધારો (ચક્રવૃદ્ધિ) પણ ધ્યાને લેવામાં આવશે.

વધુમાં જણાવ્યા અનુસાર,

ટ્રાન્સમીશન લાઈનના રૂટ નક્કી કરતા પહેલા સ્થાનિક વહીવટી સત્તામંડળો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવશે. પરિણામે જ્યાં ખરાબાની કે ગૌચર જમીન ઉપલબ્ધ હોય ત્યાં તકનીકી ચકાસણી કરી ટ્રાન્સમિશન લાઈન શક્ય હોય ત્યાં સુધી ખેતીની જમીનમાંથી ઓછામાં ઓછી રીતે પસાર થાય તેની પણ તકેદારી રાખવાની સૂચના આપવામાં આવેલ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને ટ્રાન્સમિશન લાઇન તેમજ ટ્રાન્સમિશન ટાવર સંદર્ભે ચૂકવાતા વળતરની ગુજરાત સ૨કા૨ના તા.૧૪.૦૮.૨૦૧૭ના ઠરાવમાં ડિસેમ્બર – ૨૦૨૧માં સુધારો કરી વળતરમાં વધારો કરવામાં આવેલ અને ફરી એક વાર બે વર્ષના ગાળામાં ખેડૂતોના હિતમાં વળતરમાં વધારો  કરવામાં આવેલ છે , તેમ મંત્રીશ્રીએ જણાવ્યુ હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેન્દ્રીય મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું, ભારતે વૈશ્વિક અવકાશ અર્થવ્યવસ્થામાં પોતાના હિસ્સામાં પાંચ ગણો વધારો કરવાનું લક્ષ્ય રાખ્યું છે
Next articleગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ