Home ગુજરાત ગાંધીનગર ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ

ગુજરાતના ઈતિહાસમાં ઐતિહાસિક વહીવટી પહેલ

22
0

વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે – પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ

વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલી

કુલ ૨૫૦૬ ચાલુ બાબત પૈકી ૨૨૧૯ એટલે કે ૮૮.૫૪% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી અપાઈ

આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ પણ તા. ૦૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ રીલીઝ કરાશે

(જી.એન.એસ),તા.૦૫

ગાંધીનગર,

‘વિકસિત ભારત-વિકસિત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં ગુજરાતના ઈતિહાસમાં રાજ્ય સરકારે વિકાસકામો માટે  ઐતિહાસિક વહીવટી પહેલ કરી છે. વિધાનસભામાં વર્ષ ૨૦૨૪-૨૫નું બજેટ પસાર થતા માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા હાથ ધરાતા રાજ્યમાં વિકાસના કામોને નવી ગતિ મળશે તેમ, પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું. 

પ્રવક્તા મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, ગત વર્ષ ૨૦૨૩-૨૪નું બજેટનું કદ રૂ. ૩.૦૧ લાખ કરોડ હતું . જે વર્ષ ૨૦૨૪-૨૫માં વધીને રૂ. ૩.૩૨ લાખ કરોડ થયું છે. ગત વર્ષે તા. ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ જ્યારે આ વર્ષે તા. ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું હતું. સામાન્ય રીતે દર વર્ષે માર્ચ મહિનામાં બજેટ સત્ર પૂર્ણ થવાથી વહીવટી મંજૂરીની પ્રક્રિયા એપ્રિલ-મે માસમાં પૂર્ણ થતી હોય છે. જેના બદલે આ વર્ષે માર્ચ માસમાં જ તમામ વહીવટી મંજૂરીઓ આપવાની પ્રક્રિયા પૂર્ણ થવાની હોઇ વિકાસના કામોને નવીન ગતિ મળી છે. વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૨૫૦૬ ચાલુ બાબત પૈકી ૨૨૧૯ એટલે કે ૮૮.૫૪% ચાલુ બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જે ઐતિહાસિક વહીવટી પહેલ છે. 

તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં વહીવટી મંજૂરી માટે રજૂ થયેલ કુલ ૯૬૦ નવી બાબત પૈકી ૬૪૩ એટલે કે ૬૬.૯૭% નવી બાબતોની વહીવટી મંજૂરી આપવામાં આવી છે તથા બાકી બાબતોની વહીવટી મંજૂરીની પ્રક્રિયા પણ વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આગામી વર્ષ ૨૦૨૪-૨૫ની ગ્રાન્ટ પણ તા. ૦૧ એપ્રિલ ૨૦૨૪ના રોજ રીલીઝ કરી દેવામાં આવશે. જેથી વિકાસ કામોને વધુ વેગ મળશે. આથી તમામ વિભાગો નાણાંકીય વર્ષના પ્રથમ દિવસથી જ ખર્ચ કરવા સક્ષમ બનશે. જેને પરિણામે નાણાકીય વ્યવસ્થાપન વધુ સુચારુ રૂપે થઇ શકશે તથા જનહીતના કાર્યો/યોજનાઓ સમયસર શરૂ કરી શકાશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજયમાં વીજ ટ્રાન્સમિશન લાઇન કે ટ્રાન્સમિશન ટાવર ઊભા કરતી વખતે ખેડૂતોની જમીન, પાક, ફળાઉ ઝાડને થતા નુકશાનના વળતરમાં બીજી વાર વધારો :- ઊર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ
Next articleગુજરાતમાં તા. ૧૧ માર્ચથી શરૂ થતી ધોરણ ૧૦ની પરીક્ષામાં ૦૯ લાખથી વધુ તેમજ ધોરણ ૧૨ વિજ્ઞાન-સામાન્ય પ્રવાહમાં કુલ ૬.૨૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે:– પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ