Home ગુજરાત રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પરત...

રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પરત ખેંચ્યું 

19
0

(જી.એન.એસ) તા. 22

રાજકોટ,

રાજકોટમાં ભાજપના પરશોત્તમ રૂપાલાના ફોર્મ સામે વાંધો ઉઠાવનારે અપક્ષ ઉમેદવાર તરીકેનું ફોર્મ પરત ખેંચ્યું છે. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણીએ ફોર્મ પરત ખેંચ્યું હતું. રુપાલાના ફોર્મ અંગે વાંધો ઉઠાવનારા અપક્ષ ઉમેદવારે શનિવારે પત્રકાર પરિષદ યોજી હતી અને તેમના ફોર્મની ખામીઓ બતાવી હતી. અપક્ષ ઉમેદવાર અમરદાસ દેસાણી દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. આમ હવે ટૂંક સમયમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

સુરતમાં ગુજરાતની સંસદીય ચૂંટણીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ સાંસદ બિનહરીફ ચૂંટાશે. ભાજપના મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવશે. બીએસપીના પ્યારેલાલે તેમની ઉમેદવાર પરત ખેંચતા આ ઇતિહાસ સર્જાયો છે. ગુજરાતના 75 વર્ષના સંસદીય ઇતિહાસમાં આ પ્રકારની ઘટના પ્રથમ વખત જ બની છે. કોંગ્રેસના ઉમેદવારના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા પછીનો આ ઘટનાક્રમ છે.

ઉલ્લેખનીય છે કે ભારતની સંસદીય ચૂંટણીના ઇતિહાસના 73 વર્ષમાં અત્યાર સુધી કુલ 28 બેઠકો બિનહરીફ થઈ હતી અને હવે તેમાં સુરતની બેઠક 29મી બેઠક બની છે. આ સાથે વર્તમાન લોકસભા ચૂંટણીમાં સુરતની બેઠક સમગ્ર દેશમાં એકમાત્ર બેઠક બની છે જે બિનહરીફ છે. આ સિવાય સુરતના 73 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જ એવું બન્યું છે કે ચૂંટણી લડવા માટે કોંગ્રેસનો કોઈ ઉમેદવાર જ નહીં હોય.

આ અગાઉ સુરત બેઠક પરથી 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે. જોકે જોકે સુરતમાં બસપા ઉમેદવાર અને પાર્ટીના પ્રમુખ પ્યારેલાલ ભારતીએ હજુ સુધી ફોર્મ પરત ખેંચ્યું નથી. બીજી તરફ પ્યારેલાલે કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ સંરક્ષણ માંગ્યુ છે. મુકેશ દલાલ બિનહરિફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલ સંપર્ક વિહોણા થયા છે અને તેના ઘર પર તાળુ છે. પોલીસ સુરક્ષા માગતા રાજકીય ચર્ચા શરૂ થઈ છે કે તેઓ ફોર્મ પરત નહીં ખેંચે. ત્યારે હવે 3 વાગ્યે જ ખબર પડશે કે પ્યારેલાલ ફોર્મ પરત ખેંચશે કે નહીં. જો પ્યારેલાલ ફોર્મ પરત ખેંચે તો સુરત દેશની પહેલી બિનહરીફ બેઠક બની શકે છે. હાલ, સૌની નજર સુરત બેઠક પર મંડાયેલી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુનિવર્સલ સ્ટુડિયો હોલીવુડમાં ટ્રામ રેલિંગ સાથે અથડાઈ, 15 લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
Next articleટપાલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સિનિયર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ શહેર વિભાગ ખાતે ડાક અદાલતનું આયોજન