Home દુનિયા - WORLD રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિવાદાસ્પદ નિવેદન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું વિવાદાસ્પદ નિવેદન

16
0

મહિલાઓ 7થી 8 બાળકો પેદા કરશે તો સરકાર આર્થિક મદદ કરશે : વ્લાદિમીર પુતિન

વસ્તીવિદોના મતે રશિયામાં જન્મદર ઓછો થયો હોવાનું કારણ પણ આર્થિક મંદી જ છે

(જી.એન.એસ),તા.૦૧

મોસ્કો

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની મહિલાઓને વિનંતી કરી છે કે જો તેઓ સાત-આઠ કે તેથી વધુ બાળકોને જન્મ આપશે, તો તેમની સરકાર તરફથી મહિલાઓને આર્થિક અને જરૂરી સહાય આપવામાં આવશે. રાષ્ટ્રપતિએ દેશની વસ્તી વધારવા માટે આવું નિવેદન આપ્યું છે, જેથી ભવિષ્યમાં યુક્રેન જેવા યુદ્ધો માટે સૈનિકોની કમી ન થાય..

અહેવાલો અનુસાર, પુતિન ઇચ્છે છે કે રશિયાના લોકો તેમના પરિવારને પહેલાના રશિયન ઝારવાદી પરિવારની જેમ મોટા બનાવે.  જણાવી દઈએ કે પુતિનનું આ નિવેદન રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર 14 કરોડથી વધુની વસ્તી ધરાવતા રશિયામાં છેલ્લા કેટલાક વર્ષોમાં જન્મ દરમાં ઘટાડો જોવા મળ્યો છે..

યુક્રેન પર રશિયાનું આક્રમણ લોકોને બાળકો પેદા કરતા અટકાવવા માટે પણ જવાબદાર છે, એમ અહેવાલમાં જણાવાયું છે. એવું કહેવાય છે કે રશિયન રાષ્ટ્રપતિના પણ છ બાળકો છે. જોકે, વ્લાદિમીર પુતિને જાહેરમાં બે દીકરીઓ હોવાનું સ્વીકાર્યું છે. તો વ્લાદિમીર પુતિનના વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ રશિયામાં વિવાદ ઉભો થયો છે..

રશિયન રાષ્ટ્રપતિ લોકોને રાજ્યના સમર્થનમાં વધુ બાળકો પેદા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે ભગવાનનો આભાર કે આપણામાંથી કેટલાક લોકોને ચાર, પાંચ કે તેથી વધુ બાળકો છે. તેની સાથે એક મજબૂત આંતર-પેઢી કુટુંબ પરંપરા છે. વ્લાદિમીર પુતિને રશિયનોને વધુ બાળકો જન્મવાની પરંપરાઓ જાળવી રાખવાનું આહવાન કર્યું છે..

પુટિને કહ્યું કે ઘણા બાળકો હોવા, એક મોટો પરિવાર છે, તે તમામ રશિયનો માટે જીવનનો આદર્શ માર્ગ બનવો જોઈએ. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે રશિયામાં ઘણા પરિવારો તેમના પરિવારને શરૂ કરવા અથવા વિસ્તારવા અંગે વધુને વધુ નર્વસ છે કારણ કે વધુ પુરુષોને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવે છે. વસ્તીવિદોના મતે રશિયામાં જન્મદર ઓછો થયો હોવાનું કારણ આર્થિક મંદી પણ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઝારખંડમાં પેપર લીક કરનારને આજીવન કેદ અને 10 કરોડ રૂપિયા સુધીનો દંડ
Next articleભારતે પન્નુની હત્યાના કાવતરાના આરોપોના મામલે તપાસનો આદેશ આપ્યો