Home દેશ - NATIONAL ઉત્તરપ્રદેશ શરાબ કૌભાંડ કેસ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ,...

શરાબ કૌભાંડ કેસ: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ, નિર્ણય અનામત રખાયો

16
0

(જી.એન.એસ) તા. 7

નવી દિલ્હી,

દિલ્હી શરાબ કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અરજી પર મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ. દેશની સર્વોચ અદાલત દ્વારા કેજરીવાલના વચગાળાના જામીન પર કોઈ નિર્ણય આપ્યો નથી. આ મામલે નિર્ણય અનામત રાખવામાં આવ્યો છે. સમયના અભાવે કોર્ટે આ મામલે કોઈ આદેશ નથી આપ્યો. સુપ્રીમ કોર્ટ આ અંગેની આગામી સુનાવણી 9મી મેના રોજ કરી શકે છે. કેજરીવાલે દારૂ કૌભાંડ કેસમાં તેમની ધરપકડને કોર્ટમાં પડકારી હતી. અગાઉ કોર્ટે કહ્યું હતું કે અંતિમ આદેશ આપતા પહેલા અમે ઘણીવાર વચગાળાના આદેશો આપીએ છીએ. અમે એ વાતમાં નથી જઈ રહ્યા કે તે રાજકીય વ્યક્તિ છે કે નહીં. તેના બદલે, અમે જોઈ રહ્યા છીએ કે આ કેસ સાચો છે કે નહીં. આમાં અપવાદરૂપ કેસમાં જામીન પર વિચાર કરી શકાય કે નહીં.

જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ED વતી એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે જ્યારે અમે તપાસ શરૂ કરી ત્યારે અમારી તપાસ સીધી કેજરીવાલ સામે નહોતી, તેથી શરૂઆતમાં તેમને સંબંધિત એક પણ સવાલ પૂછવામાં આવ્યો ન હતો. તપાસ તેમના પર કેન્દ્રિત ન હતી. તપાસ દરમિયાન તેમની ભૂમિકા સામે આવી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુનાવણી કરતા EDને ઘણા પ્રશ્નો પૂછ્યા છે. કોર્ટે પૂછ્યું કે ચૂંટણી પહેલા જ કેજરીવાલની ધરપકડ કેમ કરવામાં આવી? કેજરીવાલ કેસમાં શું એટેચ કરવામાં આવ્યું છે? કેસમાં કાર્યવાહી અને ધરપકડ વચ્ચે લાંબો સમય કેમ રહ્યો?

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવશે તો તેમને સત્તાવાર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બેન્ચે કહ્યું કે અમે વચગાળાના જામીન પર બંને પક્ષોને સાંભળ્યા છે. સુનાવણી દરમિયાન કોર્ટે કેજરીવાલના વકીલ સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીને પૂછ્યું કે શું કેજરીવાલને જામીન મળ્યા બાદ તેઓ સરકારી ફાઇલો પર સહી કરશે કે મુખ્યમંત્રી તરીકે નિર્દેશ આપશે. આના પર સિંઘવીએ કહ્યું કે તેમના અસીલ દિલ્હીની દારૂની નીતિ મામલે કોઈપણ રીતે દખલ નહીં કરે. કોર્ટે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે તે સરકારના કામકાજમાં દખલ કરે.

કેજરીવાલના વકીલે કહ્યું કે તેમનો અસીલ આતંકવાદી નથી. તે કાયદો તોડનાર નથી તેથી તેને વચગાળાના જામીન મળવા જોઈએ. આના પર જામીનનો વિરોધ કરતા EDએ કહ્યું કે શું નેતાઓ માટે અલગ અપવાદ હશે? શું ચૂંટણીમાં પ્રચાર કરવો જરૂરી છે?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅત્યાર સુધી પશ્રિમ બંગાળના મતદાર એવા દેબાસીસ રાવલે આ વખતે પ્રથમ વાર ગુજરાતમાં મતદાન કર્યું
Next articleપશ્ચિમ બંગાળમાં જાંગીપુર લોકસભા સીટ પર ભાજપનાં ઉમેદવાર, તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું