(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ટોચના અભિનેતા રણવીર સિંઘે એવી સ્પષ્ટતા કરી હતી કે સુપર સ્ટાર અક્ષય કુમારની હિટ ફિલ્મ સિંઘ ઇઝ કિંગની સિક્વલની ઑફર મને કરવામાં આવી હતી પરંતુ મેં એ ફિલ્મ જતી કરી હતી. પૂરતી કોમેડી, રોમાન્સ અને હિટ ફિલ્મનો પૂરતો મસાલો ધરાવતી સિંઘ ઇઝ કિંગ બોક્સ ઑફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી હતી અને સમીક્ષકો તથા દર્શકો બંનેમાં સરખી હિટ નીવડી હતી. આ ફિલ્મની સિક્વલની તૈયારી શરૃ થઇ ત્યારે રણવીર સિંઘને આ ફિલ્મની ઑફર આપવામાં આવી હતી પરંતુ એણે સવિનય ઇનકાર કર્યો હતો. એ વિશે મિડિયા સાથે બોલતાં રણવીર સિંઘે કહ્યું કે અન્ય એક ફિલ્મમાં પણ હું સરદારજીનો રોલ કરી રહ્યો છું અને સિંઘ ઇઝ કિંગમંા પણ મને સરદારનો રોલ ઑફ કરવામાં આવ્યો હતો એટલે મેં એ સ્વીકાર્યો નહીં. આ અંગે ગેરસમજ થવાની પૂરી શક્યતા હોવા છતાં મેં આ નિર્ણય ન છૂટકે લીધો હતો. રણવીરે પોતે આ અંગે ફિલ્મ સર્જક સાથે વાત કરવાને બદલે એના મેનેજરે આ સંદેશો આપતાં ફિલ્મ સર્જક શૈલેન્દ્ર સિંઘને ખૂબ ખરાબ લાગ્યું હતું અને એણે રણવીર સાથે વાત કરવાનું પણ માંડી વાળ્યું હતું. અગાઉ એણે રણવીરને આખી ફિલ્મની સ્ટોરી સ્ક્રીપ્ટ રૃપે સંભળાવી હતી. એ માને છે કે સ્ટોરી રજૂ કરતો હતો ત્યારે જ રણવીર સિંઘે સ્પષ્ટતા કરી દેવાની જરૃર હતી. જો કે ૨૦૧૫માં અક્ષય કુમારે પ્રભુ દેવાની સિંઘ ઇઝ બ્લીંગ ફિલ્મ કરી હતી. જો કે એને સિંઘ ઇઝ કિંગની સિક્વલ તરીકે ઓળખાવાઇ નહોતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.