Home મનોરંજન - Entertainment “સફળતા મેળવવી અઘરી નથી, ટકાવવી અઘરી છે”: કરણ જોહર

“સફળતા મેળવવી અઘરી નથી, ટકાવવી અઘરી છે”: કરણ જોહર

537
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે એક ઇવેન્ટમાં બોલતાં કહ્યું કે સફળતા મેળવવી બહુ અઘરી નથી પરંતુ એકવાર સફળ થયા પછી સફળતા ટકાવવી ખૂબ અઘરી છે. બોલિવૂડના ત્રણ ખાન આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન વિશે એ બોલી રહ્યો હતો. અગાઉ અડધો ડઝન હિટ ફિલ્મો આપી ચૂકેલા કરણ જોહરે આલિયા ભટ્ટ અને વરુણ ધવન જેવા સફળ કલાકારો પણ આપ્યા છે. એણે કહ્યું કે આ ત્રણ ખાન ઉપરાંત અજય દેવગણ અને અક્ષય કુમાર પણ ઓડિયન્સ સાથે વિકસતા રહ્યા છે. ઓડિયન્સને ગમે એવી ફિલ્મો આ કલાકારો સતત આપતા રહ્યા છે. અત્રે એ યાદ રહે કે કરણ અને અક્ષય હાલ બેટલ ઑફ સારગઢી પરથી કેસરી નામે ફિલ્મ સાથે મળીને બનાવી રહ્યા છે. અગાઉ આ ફિલ્મ સાથે સલમાન ખાન જોડાયેલો હતો પરંતુ આ જ વિષય પરથી અજય દેવગણ પણ એક ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યો છે એવી જાણ થતાં સલમાને પીછેહટ કરી હતી. કરણે કહ્યું કે મનોરંજન ઉદ્યોગમાં એકવાર સફળ થયા પછી હાથ જોડીને બેસી શકાય નહીં. બદલાતા સમય સાથે સુસંગત રહીને એ સફળતા લાંબો સમય ટકાવી રાખવી એ સહેલી વાત નથી. આજે મનોરંજન અને ડિજિટલ જેવી લેટેસ્ટ ટેક્નોલોજી એકરૃપ થઇ રહ્યા છે એટલે ઓડિયન્સ સમક્ષ વિકલ્પો વધ્યા છે. એવા સમયે લાંબો સમય સફળતા ટકાવી રાખવી એ અત્યંત કપરું કામ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપાટીદારોને ભાજપા તરફ લાવવા રૂપાણી રાંધવા ગયા કંસાર……પણ થઇ ગઈ થુલી!!?
Next articleરણવીર સિંઘ નહિ કરે “સિંઘ ઇઝ કિંગ”ની સિક્વલ