Home મનોરંજન - Entertainment રણવીર કપૂર નહીં, રણવીર સિંઘ મારો ફેવરીટ છે” -આલિયા ભટ્ટ

રણવીર કપૂર નહીં, રણવીર સિંઘ મારો ફેવરીટ છે” -આલિયા ભટ્ટ

813
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.08
તકવાદ માત્ર પોલિટિક્સમાં હોય એવું નથી, બોલિવૂડમાં પણ તકવાદી અદાકારો મળી આવે ખરાં. એવો એક નમૂનો તાજેતરમાં આલિયા ભટ્ટે પૂરો પાડયો હતો. ૨૦૧૭ના મામી ફિલ્મ્સ ફેસ્ટિવલ વખતે પૂછવામાં આવતાં આલિયાએ રણબીર કપૂરને પોતાનો ફેવરીટ કલાકાર ગણાવ્યો હતો. પરંતુ માત્ર આંગળીના વેઢે ગણાય એટલા દિવસમાં એણે પલટી મારી હતી અને હવે એ રણવીર સિંઘને પોતાનો ફેવરીટ કલાકાર ગણાવે છે. હાલ જો કે આલિયા આ બંને કલાકારો સાથે કામ કરી રહી છે. રણબીર કપૂર સાથે કરણ જોહરની સુપરહીરો ફિલ્મ બ્રહ્માસ્ત્ર કરી રહી છે તો રણવીર સિંઘ સાથે ઝોયા અખ્તરની ગલી બૉય કરી રહી છે જેમાં મુંબઇના રઝળતા ગાયકોની વાત વણી લેવામાં આવી છે. તાજેતરમાં એક એવોર્ડ સમારોહમાં એણે કહ્યું કે રણવીર સિંઘ મારો ફેવરીટ કલાકાર છે અને એની સાથે કોઇ એવોર્ડ સમારોહમાં પર્ફોર્મ કરવાની મારી ઉત્કટ ઇચ્છા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરણવીર સિંઘ નહિ કરે “સિંઘ ઇઝ કિંગ”ની સિક્વલ
Next articleઐશ્વર્યા લતા મંગેશકરને આપશે શ્રદ્ધાંજલિ, કરશે ગાયીકાનો રોલ