Home દેશ - NATIONAL “યે તો હોના હી થા”….પ્રણવ દાનો ફેક ફોટો વાયરલ…..

“યે તો હોના હી થા”….પ્રણવ દાનો ફેક ફોટો વાયરલ…..

950
0

(જી.એન.એસ.) ન્યુ દિલ્હી, તા.8
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ગુરૂવારે નાગપુરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના કાર્યક્રમમાં સામેલ થયા. જ્યાં પ્રણવ મુખર્જીએ સંઘના સ્વયંસેવકોને સંબોધિત કર્યા અને તેઓએ રાષ્ટ્રવાદનો પાઠ ભણાવ્યો. પરંતુ આ સંબોધનના થોડા સમય બાદ જ પૂર્વ રાષ્ટ્રપતિની દીકરી શર્મિષ્ઠા મુખર્જીએ એક તસ્વીર ટ્વીટ કરી જે ફોટોશોપની મદદથી ટ્રીટ કરાયેલી હતો. જેમાં પ્રણવ દા સંઘના અન્ય સ્વયંસેવકની જેમ ધ્વજ પ્રણામ કરતાં નજરે પડે છે. તેમજ તેઓએ સંઘની ઓળખ સમાન કાળી ટોપી પણ ધારણ કરેલી છે. પરંતુ હકિકતે એવું કંઈજ થયું ન હતું.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી તેમજ કોંગ્રેસ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ કહ્યું કે જે વાતનો ડર હતો અને જે અંગે તેને પોતાના પિતાને સાવધ રહેવાનું કહ્યું હતું એવું જ થયું. શર્મિષ્ઠાએ આરોપ લગાવ્યો કે, ।જે વાતનો ડર હતો, ભાજપ/RSSના ડર્ટી ટ્રિક્સ ડિપાર્ટમેન્ટે કરી હતી. તેઓએ કહ્યું કે સોશિયલ મીડિયા પર છેડછાડ કરેલી તસ્વીરોમાં એવું નજર આવે છે કે પૂર્વ રાષ્ટ્રપતિ સંઘ નેતાઓ અને કાર્યકર્તાઓની જેમ અભિવાદન કરી રહ્યાં છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articlevideo
Next articleઆંઠ કરોડના “કેબીડી” ખર્ચે દે ધનાધન ‘ચિંતન’ થઇ ગયું…!?