Home ગુજરાત આંઠ કરોડના “કેબીડી” ખર્ચે દે ધનાધન ‘ચિંતન’ થઇ ગયું…!?

આંઠ કરોડના “કેબીડી” ખર્ચે દે ધનાધન ‘ચિંતન’ થઇ ગયું…!?

1528
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.9
પ્રજાવત્સલ સયાજી રાવ ની વડોદરા નગરીમાં સરકારી ચિંતન શિબિર પૂર્ણ થઇ. ૩ દિવસ ની શિબિરનો ખર્ચ એક અંદાજ પ્રમાણે ૫ થી ૮ કરોડમાં પડી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કેટલાક આંકડાના શોખીન વર્તુળો અંદાજ મુકે છે કે આ ચિંતન શિબિરમાં ૨૨૦૦ રૂપિયાની એક થાળી ૩૦૦ કરતા વધુ લોકો માટે ૨૭ લાખ તો જમવાનો જ ખર્ચ થયો છે. કુલ મળીને ૮ કરોડ પર ખર્ચ પહોંચે છે. એક તરફ લોકો ગરમીમાં રેબઝેબ અને પાણી માટે વલખા મારે છે ત્યારે ચિંતન શિબિરમાં બિસ્લેરી પાણીઓની બોટલો ખાલી થઇ. આ ચિંતન શિબિરમાં ખરેખર પ્રજા માટે ચિંતન થયું કે ભાજપ માટે એતો ધીમે ધીમે બહાર આવશે પણ આ એક શોબાજી અને હું પણ મોદીની જેમ કરી બતાવું તેના માટે યોજાઈ હોવાનું તારણ નીકળે છે.
ગુજરાતમાં આજે જે સંકટ છે તેમાં તેઓ આવી કોઈ શિબિર યોજત જ નહિ. પણ મોદી કરે તો હું કેમ રહી જાવું એવી માનસિકતા માં ૮ કરોડનું ધોવાણ થઇ ગયું. યજમાન જીએસએફસી એ તમામ નો રહેવાનો ખર્ચ ઉપાડ્યો.૧૦ લાખના ખર્ચે અધિકારીઓને કહે છે કે લેપટોપ અને થર્મોસ અપાયા. રહેવાનો ખર્ચ જ કંઇક ૩૦ લાખનો થયો છે. જમવાનો ખર્ચ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને સોંપાયો. ચિંતન શિબિરમાં કોઈ કોંગ્રેસીઓ ઘુસી ના જાઉં તે માટે ૩ જીલાની પોલીસ ઉતારવામાં આવી. એમને સરકારી ટીફીન અપાયું અને વિવિઆઇપીઓને ૨૨૦૦ રૂપિયાનું ભોજન પીરસાઈ.
યોગા અને ખાસ ઉભા કરાયેલા ડોમનો ખર્ચ ૩૫ લાખથી વધુનો થયો ૩ દિવસ કોના બાપની દિવાળી એટલે કે કેબીડી ના ખર્ચે દે ધનાધન ની જેમ ચિંતન થઇ ગયું અને તેમાં ૭ કરોડની વસ્તી માટે ક્યાં ૭ કે ૧૪ કે પછી ૭૦ નિર્ણયો લેવાયા તે જાહેર થશે? ખાધું પીધું ને રાજ કર્યું. ગુજરાતના રાજકીય ઇતિહાસમાં નોંધાઈ ગયું કે સીએમ રૂપાની એ પણ મોદી ની જેમ ચિંતન શિબિર યોજી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“યે તો હોના હી થા”….પ્રણવ દાનો ફેક ફોટો વાયરલ…..
Next articleઢાળની પોળમાં ઐતિહાસિક વારસો બચાવવા ઇતિહાસનું સન્માન