Home દેશ - NATIONAL યુવતીને લિફ્ટ આપીને ચાલતી કારમાં કર્યો ગેંગરેપ

યુવતીને લિફ્ટ આપીને ચાલતી કારમાં કર્યો ગેંગરેપ

506
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની એક છોકરી સાથે ચાલતી કારમાં ગેંગરેપ કર્યાનો મામલો સામે આવ્યો છે. ઘટના બાદ આરોપીએ છોકરીને દ્વારકા સેકટર-21 મેટ્રો સ્ટેશન પાસે ફેંરીને ફરાર થઇ ગયો. ગુડગાંવથી દિલ્હી આવી રહેલ છોકરી કેબમાં બેઠી હતી. આ દરમ્યાન કૈબ ડ્રાઇવર અને એક બીજા શખ્સે તેની સાથે દુષ્કર્મ કર્યું. ચોંકાવનારી વાત એ છે કે વારદાતના સમયે કાર દ્વારકા અને સાઉથ-વેસ્ટના વિસ્તારોમાં ફરતી રહી પરંતુ પોલીસને તેનો અણસાર સુદ્ધાં આવ્યો નહોતો. જો કે ફરિયાદ મળ્યા બાદ પોલીસે આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે.
દ્વારકાના ડીસીપી શિબેસ સિંહે કહ્યું કે આરોપી સુમિત (24) દિલ્હી-ગુડગાંવ બોર્ડર પર મલહરા ગામનો છે જ્યારે બીજો આરોપી બિદુર (23) નેપાળનો રહેવાસી છે. જે ગુડગાંવના સેકટર-5ની પાસે આવેલ અમનપુરામાં રહે છે. બંને મિત્રો ગુડગાંવની એક એમએનસીમાં કેબ ચલાવે છે.
મળતી માહિતી પ્રમાણે 20 વર્ષની છોકરી ગુડગાંવમાં એક મોલમાં સેલ્સગર્લ છે. ગઇકાલે રાત્રે મોડું થઇ ગયું અને બહાર આવવા પર દિલ્હી માટે કોઇ પબ્લિક ટ્રાન્સપોર્ટ મળ્યું નહીં. આ દરમ્યાન શંકર ચૌક પર ટોયેટા ઇનોવા કાર આવીને થોભી. તેમાં ડ્રાઇવર સહિત બે લોકો પહેલેથી જ સવાર હતા. આ દરમ્યાન છોકરીએ કહ્યું કે તેને સાઉથ-વેસ્ટ દિલ્હી જવું છે. તેના પર આરોપીઓએ કહ્યું કે તેઓ પણ ત્યાં જ જઇ રહ્યાં છે. ત્યારબાદ ડ્રાઇવર એ થોડેક આગળ જઇ રહ્યું કે પોલીસ પેસેન્જર જોઇને ગાડી રોકો છે, આ બ્હાને તેના સાથીને પાછળની સીટ પર બેસાડી દીધો. આરોપ છે કે ત્યારબાદ આરોપીઓએ કારને યોગ્ય દિશાની જગ્યાએ કાપસહેડાના સુમસાન વિસ્તારમાં ફેરવી. છોકરીના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા. જાનથી મારી નાંખવાની ધમકી આપી બંનેએ વારંવાર દુષ્કર્મ આચર્યુ. ઘટના બાદ છોકરીએ પોતાના પરિવારજનોને જણાવ્યું. બાદમાં પોલીસને માહિતી મળી. મેડિકલમાં દુષ્કર્મની પુષ્ટિ થઇ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article‘હું ભારત જઈશ તો કટ્ટરવાદી મુલ્લાઓ રજા પર મક્કા જતા રહેશે’: ઈમામ મોહમ્મદ
Next articleમુંબઈ-દિલ્હીમાં હુમલા કરવાની ફિરાકમાં જેહાદીઓને ઉકસાવ્યા, વિડીયો વાયરલ