Home દેશ - NATIONAL મુંબઈ-દિલ્હીમાં હુમલા કરવાની ફિરાકમાં જેહાદીઓને ઉકસાવ્યા, વિડીયો વાયરલ

મુંબઈ-દિલ્હીમાં હુમલા કરવાની ફિરાકમાં જેહાદીઓને ઉકસાવ્યા, વિડીયો વાયરલ

398
0

(S.yuLk.yuMk)LÞw rËÕne,íkk.27
ખુંખાર ત્રાસવાદી સંગઠન અલ કાયદાએ એક વીડિયો જાહેર કરી ભારત વિરૂદ્ધ યુદ્ધ છેડવા જેહાદીઓને ઉકસાવ્યા છે. ઓનલાઈન પ્લેટફોર્મ જેહાદી ફોરમ પર મુકવામાં આવેલા આ વીડિયોમાં અલ કાયદાનો સેકેન્ડ-ઈન-કમાન્ડ ઉસામા મહમૂદે કાશ્મીરમાં જીત મેળવવા માટે ભારતના મોટા શહેરોમાં ત્રાસવાદી હુલમા કરવાની આતંકવાદીઓને હાકલ કરી છે.
વીડિયોમાં ઉસામા મહમૂદે કહ્યું છે કે, કાશ્મીર પર પકડ બનાવી રાખવા માટે ભારત 6 લાખ સૈનિકોનો ઉપયોગ કરે છે. પરંતુ જો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને બબેંગલુરૂમાં ત્રાસવાદી હુમલા કરવામાં આવે તો ભારતનું ધ્યાન અન્યત્ર ભટકશે અને કાશ્મીર પર ભારતની પકડ ઢીલી થશે. હવે જેહાદી આંદોલનને મજબુત બનાવવાનો સમય આવી ગયો છે.
સમગ્ર દુનિયામાં આતંકનો ખૌફ ઉભો કરનારા ત્રાસવાદી સંગઠનના નેતાએ કહ્યું હતું કે ભારતીય ઉપમહાદ્વિપમાં જેહાદી આંદોલનો મજબુત થવાનો સમય પાકી ગયો છે. અહીં રહેનારા તમામ મુસ્લીમ કાશ્મીરી લોકોની પડખે ઉભા રહે. ભારતીય સેના અને હિન્દુ સરકારની શાંતિપૂર્ણ દુનિયાને યુદ્ધના મેદાનમાં બદલી દેવી જોઈએ. આ વીડિયો તે જ દિવસે જાહેર કરવામાં આવ્યો હતો. જે દિવસે અલ-કરારે આઈએસ માટે વીડિયો જાહેર કર્યો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયુવતીને લિફ્ટ આપીને ચાલતી કારમાં કર્યો ગેંગરેપ
Next articleકુલભૂષણ જાધવ મામલે સમાજવાદી પાર્ટીના નેતાનો બફાટ