Home ગુજરાત યજ્ઞેશ દવે દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2018નું આયોજન

યજ્ઞેશ દવે દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2018નું આયોજન

1168
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.27
સમસ્ત બ્રહ્મ સમાજના સામાજિક-આર્થિક વિકાસ માટે મુખ્યમંત્રી સહિત મહાનુંભાવોની હાજરીમાં
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ(રાજ્યકક્ષા) ના કન્વિનર યજ્ઞેશ દવે દ્વારા તા.28-29 એપ્રિલના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2018નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમગ્ર દેશમાંથઈ ડેલીગેટ્સ અને ત્રણ લાખથી વધારે મુલાકાતીઓ આ ઈવેન્ટમાં હાજર રહેશે.
ઉપરેક્ત સંદર્ભે સંસ્થાના કન્વિનર યજ્ઞેશ દવેએ સમગ્ર મીડિયાના મિત્રોને એક પ્રેસનોટ દ્વારા જણાવ્યું હતું કે આ બ્રાહ્મણ બિઝનેસ સમિટના મુખ્ય ઉદ્દેશોમાં બ્રહ્મ સમાજના નાના,મધ્યમ તથા મોટા ઉદ્યોગના આંતરિક તેમજ વૈશ્વિક જોડાણને પ્રોત્સાહન આપવું તેમજ સમાજના નવા ઉદ્યોગપતિઓ તૈયાર કરી તેમને ઉપયોગી થવા સાથે નવા ઉદ્યોગ સ્થાપવા તેમજ ઉદ્યોગ સ્થાપવા માટે સરકારી યોજનાઓ અને અગ્રણીય બેન્કો દ્વારા લોન અપાવવાની વ્યવસ્થા અને રાજ્ય સરકારની પ્રોત્સાહક યોજનાઓ બાબતે સરકારી અધિકારી દ્વારા માર્ગદર્શન આપવાનો છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સમાજના શિક્ષિત યુવાનોને તાલીમ બદ્ધ કરી તેમને સન્માન સાથે રોજગારી આપવવા સાથે સમાજના નાનામાં નાના વ્યાવસાયિક થી માંડી મોટા ઉદ્યોગપતિની ઓનલાઈન નોંધણી અને વર્લ્વાઈડ ઓનલાઈન ડિરેક્ટરી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેથી સમાજના ઉદ્યોગ સાહસીક દુનિયામાં દરેક ક્ષેત્રમાં તેમનો ધંધા રોજગારનો બહોળો પ્રચાર કરી શકે.
તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે આર્થિક પાસાઓને અનુલક્ષીને આયોજન કરવામાં આવેલું આ દેશનું સર્વ પ્રથમ બ્રહ્મસમાજ લક્ષી બિઝનેસ સમિટ છે. તેથી સમાજ અને દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને પ્રેરણાદાયક વ્યક્તિઓ ખાસ ઉપસ્થિત રહેશે, જેથી સમાજના યુવાનોને કોર્પોરેટ જગત સાથે ચર્ચા વિચારણા કરવાની અમૂલ્ય તક મળશે અને બિઝનેસ,મેનેજમેન્ટ અને ટેકનોલોજી અંગે ખાસ માર્ગદર્શન મળશે.
ટેક્સ પ્લાનિંગ,ઈમ્પોર્ટ,ઓનલાઈન માર્કેટિંગ અને બેકિંગ વિશે ખાસ સેમીનાર રાખવામાં આવેલ છે સાથે સમાજના વ્યવસાયિકોને પોતાના ધંધાના વિકાસ અર્થે પરસ્પર કાયદાકીય એમઓયુની સવલતો પણ આપવામાં આવશે.
આ સાથે બ્રહ્મસમાજમાંથી કેટલાક ઉદ્યોગકારો બેરોજગારોને રોજગારીમાં મદદ કરશે તેની બાંહેધરી પણ તેઓએ આપી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆસારામ-વણઝારાની એક ભૂલે મોદીનો પીએમ બનવાનો રસ્તો સાફ કરી દિધો…!?
Next articleજનતા ઉલઝનમાં અને નેતાઓ ગેલમાં…દેશ માં આ શું ચાલી રહ્યું છે….!!