Home દેશ - NATIONAL આસારામ-વણઝારાની એક ભૂલે મોદીનો પીએમ બનવાનો રસ્તો સાફ કરી દિધો…!?

આસારામ-વણઝારાની એક ભૂલે મોદીનો પીએમ બનવાનો રસ્તો સાફ કરી દિધો…!?

2830
0

(જી.એન.એસ., પ્રશાંત દયાળ) તા.25
આસારામ અને તેનો પુત્ર નારણસાંઈ ધર્મના નામે જે ખેલ ખેલતા હતા, તે કઈ છાની વાત ન્હોતી. ધર્મના નામે સ્ત્રીઓનો ઉપયોગ, પૈસા ભેગા કરવા સહિત તેમણે કાયદાની પરિભાષામાં જે કઈ ગેરકાયદે છે તે બધુ જ કર્યું હતું, પરંતુ તેમનો ધર્મના નામે થતો આ બધો કારોબાર છેલ્લાં ત્રણ દાયકાથી બેરોકટોક ચાલતો હતો. ગુજરાત સહિત દેશના અનેક શહેરમાં તેના આશ્રમો સ્થાપાઈ ગયા હતા, આસારામના દરબારમાં સ્થાન લેવા માટે તમામ રાજકીય પક્ષોની હોડ લાગતી હતી અને નેતાઓને આસારામના આશીર્વાદ મળે તે માટે નેતાઓ અને આસારામ વચ્ચે એક કડી હતી, તે કડીનું નામ હતું પુર્વ આઈપીએસ અધિકારી ડી જી વણઝારા.
ડી જી વણઝારા તેમના એકદમ નજીકના ભકત આજે પણ છે, વણઝારા મારફતે અનેક નેતાઓ ખાસ કરી ભાજપના ગુજરાત અને દેશના નેતાઓ આસારામ સુધી પહોંચ્યો હતો, પરંતુ 2013માં કઈક એવું થયું અને આસારામને એક ભુલને કારણે તેને અને તેના પુત્ર નારણસાંઈને જેલમાં જવું પડયું હતું. 2013માં ભાજપના રાષ્ટ્રીય નેતાઓની બેઠક મળી જેમાં તેઓ 2014ની ચૂંટણી માટે પોતાનો વડાપ્રધાન પદનો ઉમેદવાર જાહેર કરવાના હતા. વડાપ્રધાન થવાની હોડમાં સૌથી આગળ નામ હતું, લાલકૃણ્ણ અડવાણીનું પણ અડવાણી જાણતા હતા કે, તેમને જો કોઈ રાજકીય હરિફ થઈ શકે તેવો હોય તો તેમનો શિષ્ય નરેન્દ્ર મોદી જ છે.
નરેન્દ્ર મોદી એક મોટું નામ થઈ ગયું હતું, ભાજપ અને સંઘને ખબર હતી કે નરેન્દ્ર મોદીના નામના સીક્કા પડે છે, અડવાણી સિનિયર નેતા હોવા છતાં બજારમાં તો નરેન્દ્ર મોદી જ વેચાય છે, જો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો ભાજપ સત્તા મેળવી શકે છે. લાલકૃણ્ણ અડવાણી કઈ પણ કરી નરેન્દ્ર મોદીનું નામ વડાપ્રધાન પદના ઉમેદવારની યાદીમાંથી કમી કરાવવા માગતા હતા. તેમણે તેના માટે એક યોજના બનાવી, જેમાં તેઓ આસારામનો ઉપયોગ કરવા માગતા હતા, તેમણે આસારામ સાથે એક મીટિંગ કરી પોતાની યોજના સમજાવી.
આ બેઠક પછી આસારામનો એક દુત સાબરમતી જેલમાં ડી જી વણઝારાને મળવા માટે આવ્યો, બનાવટી એન્કાઉન્ટર કેસમાં વણઝારા 2007થી હતા. દુત અને વણઝારા વચ્ચે મીટિંગ થઈ, જેમાં વણઝારાને આશ્વાસન આપવામાં આવ્યું કે જો તેઓ આ કામ પાર પાડશે અને અડવાણી વડાપ્રધાન થશે તો તેમની ઉપરના તમામ કેસ પાછા ખેંચી લેવામાં આવશે અને વણઝારાને ભાજપ રાજ્યસભાની ટીકીટ આપી સંસદમાં લઈ જશે, ડી જી વણઝારા તેના માટે તૈયાર થયા. તેમણે અડવાણીની ઈચ્છા પ્રમાણે ગુજરાતના એન્કાઉન્ટર સંબંધમાં એક જાહેર પત્ર લખ્યો જેમાં કઈ રીતે ગુજરાત સરકાર એન્કાઉન્ટરો સામે જવાબદાર છે તેવો આરોપ મુકયો તેમણે અમિત શાહને પણ ગાળો ભાંડી.
અડવાણીના મત પ્રમાણે ભાજપની રાષ્ટ્રીય નેતાગીરી આ પત્રને કારણે નરેન્દ્ર મોદી અને અમિત શાહને કેન્દ્રમાં લાવવાની ભુલ નહીં, કરે પરંતુ વણઝારા એક ભુલ કરી બેઠા. તેમણે અડવાણીની યોજનાની જાણ પોતાના સાથે જેલમાં રહેલા આઈપીએસ અધિકારી રાજકુમાર પાંડીયનને કરી, રાજકુમાર અને અમિત શાહ ખુબ નજીકના હતા, રાજકુમારે અમિત શાહને આ પત્ર પાછળ આસારામ અને અડવાણીની ભૂમિકા ક્યા પ્રકારની છે તેની જાણકારી આપી દીધી. દાવ ઉંઘો પડ્યો, નરેન્દ્ર મોદીએ અડવાણીની મેલી રાજરમત કેન્દ્રીય નેતાગીરી સામે મુકી દીધી. કેન્દ્રીય નેતાગીરીએ નરેન્દ્ર મોદીને જ વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરી દીધા.
નરેન્દ્ર મોદીના શબ્દકોષમાં માફી નામનો કોઈ શબ્દ નથી, સૌથી પહેલા આસારામને પુરા કરવાના હતા. જો કે તેના માટે ભાજપ શાશિત રાજ્ય નહીં પણ કોંગ્રેસનું શાસન હોય તેવું રાજ્ય પસંદ કરવાનું હતું, જેના કારણે દોષનો ટોપલો કોંગ્રેસના માથે ઢોળાય. સૌથી પહેલા દિલ્હીની પસંદગી થઈ, એક મહિલા જે ખરેખર આસારામનો ભોગ બની હતી તેની ફરિયાદ દિલ્હીમાં નોંધાવવાની હતી. દિલ્હીમાં શિલા દિક્ષીત મુખ્યમંત્રી હતા, પણ દિલ્હી પોલીસ તેના માટે તૈયાર થઈ નહીં, બીજો પ્રયત્ન રાજસ્થાનમાં થયો, રાજસ્થાનમાં અશોક ગહેલોત મુખ્યમંત્રી હતા, એક પોલીસ સુપ્રીટેન્ડન્ટ ફરિયાદ લેવા તૈયાર થયા અને આસારામ સામે રાજસ્થાનમાં પહેલી ફરિયાદ બળાત્કારની થઈ.
ધાર્યું પરિણામ આવ્યું લોકોનો આક્રોશ વધ્યો, જેના કારણે સુરતના પોલીસ કમિશનર રાકેશ અસ્થાના મારફતે નારણસાંઈ સામે પણ સુરતમાં ફરિયાદ નોંધાઈ, રાજકારણ અને ધર્મકારણ સાથે મળે ત્યારે આવું થાય છે. આમ આશારામે માત્ર ધર્મની વાત કરી હોત અને વડાપ્રધાન કોણ થશે તેની પળોજળમાં પડયો ના હોત તો આજે પણ તે લોકોની વચ્ચે હરિઓમ હરિઓમ કરતો હોત. આસારામનો હિસાબનો પુરો થઈ ગયો, જ્યારે અડવાણીનો અડધો જ હિસાબ થયો છે. 2019ની ચૂંટણીમાં તેઓ ગુજરાતના ગાંધીનગરના સંસદ સભ્ય પણ નહીં હોય તે પણ નક્કી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમોંઘવારીથી પ્રજાનું ધ્યાન હટાવવા નેતાઓની ધર્મ-જ્ઞાતિ-જાતીના નામે છેતરપિંડી?
Next articleયજ્ઞેશ દવે દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2018નું આયોજન