Home ગુજરાત જનતા ઉલઝનમાં અને નેતાઓ ગેલમાં…દેશ માં આ શું ચાલી રહ્યું છે….!!

જનતા ઉલઝનમાં અને નેતાઓ ગેલમાં…દેશ માં આ શું ચાલી રહ્યું છે….!!

893
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.27
૨૬ મે ના રોજ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર ને ચાર વર્ષ પુરા થઇ ને પાંચમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે તેમની સરકાર ના લેખ જોખા રાજકીય પંડિતો દ્વારા થઇ રહ્યા છે. જેમાં મુખ્ય બાબત એ લોકો સમક્ષ આવી છે કે ચાર વર્ષ માં લોકો ની તકલીફોમાં કોઈ ઘટાડો થયો નથી, મોંઘવારી માઝા મુકે છે, બેકારી ની સમસ્યા ૨૦૧૪ જેવી જ છે. પેટ્રોલ અને ડીઝલને ભાવ નહિ ઘટાડવાની જાણે કે ભગવાન રામના સોગંદ લીધા હોય તેમ એક્સાઈસ ડ્યુટીમાં ઘટાડો ના કર્યો તે ના જ કર્યો. માધ્યમો દ્વારા એક એવું વાતાવરણ બની ગયું કે સામાન્ય લોકો તો માથું ખંજવાળે છે કે દેશ માં આ શું ચાલી રહ્યું છે. અને એમ કરતા કરતા ચુંટણી નો સમય પણ આવી જશે.
રાજકીય પંડિતો કહે છે કે ભલે લોકોના ખાતા માં ૧૫ લાખ ના આવ્યા પણ જે અન્ય વચનો જેમ કે મોંઘવારી ઓછી કરવી, પેટ્રોલ ના ભાવ ઘટાડવા, રોજગારી ની નવી નવી તકો નું નિર્માણ કરવું તેના બદલે નોટબંધી કરીને અર્થતંત્ર ની કમર તોડી નાંખવામાં આવી અને દેશ આજે રેપ ના કિસ્સાઓમાં ઉલ્જાઈ ગયું છે. કઠુઆ,ઉનાવ જેવા બનાવોમાં મીડિયા વ્યસ્ત થઇ ગયું. મૂળ સમસ્યા જ્યાં હતી ત્યાંજ પડી છે.
પંડિતો કહે છે કે આમ આદમી ને મૂળ સમસ્યા ને બદલે અન્ય બાબતોમાં મુંજવણમાં રાખ્યા તેમ વિરોધ પક્ષ ને ચૂંટણીમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યા છતાં ત્યાં તેની નહિ પણ ભાજપ ની સરકારો બનાવીને તેમને લટકાવામાં આવ્યા છે. આમ મોદી સરકારે ચાર વર્ષ આમ આદમી ને મૂળ મુદ્દાથી ભટકાવ્યા અને વિરોધ પક્ષને લટકાવાનું જ કામ કર્યું છે.
અને હવે દેશમાં નવા પ્રકારની કોમી ઉશ્કેરાટ ફેલાવામાં આવી રહી છે. જે પક્ષની જ્યાં ઓછી મજબૂતાઈ હોય ત્યાં નાના પાયે કોમી લાગણી કે જ્ઞાતિની લાગણી ઉશ્કેરવામાં આવી રહી છે. જે પ્રમાણે ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદારોને ઉશ્કેરવામાં આવ્યા હતા. દલિતોને ઉશ્કેરવામાં આવ્યા હતા. ઠાકોર અને ક્ષત્રિય મતદારોને ઉશ્કેરવામાં આવ્યા હતા. જેમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને એટલાં જ જવાબદાર છે. જેના કારણે એક જ્ઞાતિ એક પક્ષને મત આપવાનું નક્કી કરે અને બીજી જ્ઞાતિ બીજા રાજકીય પક્ષને મત આપવાનું નક્કી કરે છે. જોકે શહેરી વિસ્તારોમાં આવું જ્ઞાતિ કાર્ડ નથી ચાલતું. ગ્રામ્ય વિસ્તારોમાં જ્ઞાતિઓને વ્યાપક રીતે ઉશ્કેરવામાં આવે છે. જ્યારે શહેરી વિસ્તારોમાં કોમી કાર્ડ ચલાવવામાં આવે છે. ધર્મના લોકોને એક બીજા સામે ઉશ્કેરાવાના ભાષણ કરે છે. જેમાં મતનું ધ્રુવિકરણ થાય છે. તેથી એક પક્ષને વધારે મત મળે છે અને તે સરકાર બનાવે છે.
નફરત ફેલાવતા રાજકારણીઓ માતેલા સાંઢની જેમ દેશની એકતામાં શિંગડા ભરાવી રહ્યાં છે. ચૂંટણીમાં મત મેળવવા માટે રાજકીય પક્ષો અને અપક્ષના ઉમેદવારો લોકોને ભડકાવે છે, અફવા ફેલાવે છે, ગેરમાર્ગે દોરે છે. ઉશ્કેરે છે અને પછી તે અને તેનો પક્ષ જીતે છે. આવું ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષથી થઈ રહ્યું છે અને એ જ ફોરમ્યુલા હવે આખા દેશમાં અપનાવાઇ રહી છે. ધર્મના નામે અને જ્ઞાતિના નામે લોકોને ઉશ્કેરીને મતદાન મથક સુધી ઘસડી લાવવામાં આવે છે અને પછી આ નેતાઓ પાંચ વર્ષ સુધી એ વાત ભૂલી જાય છે અને પોતે સત્તા અને સંપત્તિ ભોગવે છે. લોકોને લડાવી મારીને તે મદમાં રાચે છે. અહંકારી અને અત્યાચારી બને છે. તે જાણે છે કે, ચૂંટણી આવશે ત્યારે ધર્મ અને જ્ઞાતિની વાત કરી દઈશું એટલે મત તો તેમના ઝોળીમાં લોકો નાંખી જવાના છે. હવે તેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, વેબસાઈટ જેવા ઈન્ટરનેટના માધ્યમોમાં આસાનીથી લોકોને ધર્મ અને જ્ઞાતિ આધારિત ઉશ્કેરી શકાય છે જે આપણા દેશની કમનસિબી છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleયજ્ઞેશ દવે દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-2018નું આયોજન
Next articleઆંબેડકર અને મોદી બન્ને બ્રાહ્મણ અને શક્તિશાળી હોય તે બધા ક્ષત્રિય..ઃ રાજ્ન્દ્ર ત્રિવેદી