Home રમત-ગમત Sports મોહમ્મદ શમીએ સર્જરી બાદ હેલ્થ અપટેડ આપતા ફોટો શેર કર્યા

મોહમ્મદ શમીએ સર્જરી બાદ હેલ્થ અપટેડ આપતા ફોટો શેર કર્યા

33
0

(જી.એન.એસ),તા.૧૪

મુંબઈ,

ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ સર્જરીના 15 દિવસ બાદ પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. સર્જરી બાદ તેમણે ફોટો શેર કર્યા હતા. ત્યારબાદ હવે ફરી એક વખત પોતાનું હેલ્થ અપડેટ આપ્યું છે. ફાસ્ટ બોલરે આગળ કહ્યું કે, તે હવે સારવાર પ્રક્રિયાના આગામી તબક્કાની રાહ જોઈ રહ્યો છે. વનડે વર્લ્ડકપમાં 24 વિકેટ લેનાર મોહમ્મદ શમી ઈજાના કારણે ઈંગ્લેન્ડ વિરુદ્ધ હાલમાં પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ સીરિઝ મેચમાં પણ રમ્યો ન હતો. તેમણે ગત્ત મહિને સર્જરી કરાવી છે, આ કારણે તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પણ રમી શકશે નહિ.

બીસીસીઆઈ સચિવ જયશાહે હાલમાં કહ્યું હતુ કે, શમી આઈપીએલ 2024 સિવાય ટી 20 વર્લ્ડકપ 2024માં પણ રમી શકશે નહિ. શમી હવે બાંગ્લાદેશ વિરુદ્ધ રમાનારી ડોમેસ્ટ્રીક ટેસ્ટ સીરિઝમાં જ રમી શકશે. મોહમ્મદ શમીએ સર્જરી બાદ હેલ્થ અપટેડ આપતા ફોટો શેર કર્યા છે. તેમણે કહ્યું હું મારી ઈજાનું અપડેટ આપવા માંગુ છુ. ઓપરેશનને 15 દિવસ થઈ ચૂક્યા છે અને હાલ ટાંકા પણ તોડી નાંખવામાં આવ્યા છે. આ 33 વર્ષીય ફાસ્ટ બોલરે ગયા વર્ષે ODI વર્લ્ડ કપ બાદ કોઈ મેચ રમી નથી. ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે કહ્યું હતું કે શમી અને અન્ય ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણ IPLમાં રમી શકશે નહીં.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યુઝીલેન્ડની ટીમ 5 ટી 20 મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે
Next articleભારત પ્રથમ વખત એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની કરશે