Home રમત-ગમત Sports ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી 20 મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે

ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી 20 મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે

30
0

(જી.એન.એસ),તા.૧૪

ન્યુઝીલેન્ડ,

વર્લ્ડકપ પહેલા ન્યુઝીલેન્ડની ટીમ 5 ટી 20 મેચની સિરીઝ માટે પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ટી 20 વર્લ્ડકપ જુનમાં વેસ્ટઈન્ડિઝ અને અમેરિકામાં રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બુધવારના રોજ ન્યુઝીલેન્ડની સાથે ટી 20 મેચની ડોમેસ્ટ્રીક સીરિઝનું શેડ્યુલ જાહેર કર્યું છે. કીવી ટીમ 18 એપ્રિલ થી 27 એપ્રિલ સુધી પાકિસ્તાનનો પ્રવાસ કરશે. ન્યુઝીલેન્ડ 17 મહિનામાં પાકિસ્તાનમાં આ ત્રીજો પ્રવાસ છે. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી 20 સીરિઝ18 એપ્રિલથી 27 એપ્રિલ સુધી રમાશે, પરંતુ પ્રેક્ટિસ સેશન માટે ન્યુઝીલેન્ડની ટીમ 14 એપ્રિલના રોજ પાકિસ્તાન પહોંચી જશે. કીવીની ટીમ છેલ્લા 17 મહિનામાં ત્રીજી વખત પાકિસ્તાન જશે. પહેલી વખત ડિસેમ્બર 2022, જાન્યુઆરી 2023માં 2 ટેસ્ટ માટે ગઈ હતી. ત્યારબાદ એપ્રિલ 2023માં વનડે સીરિઝ માટે ન્યુઝીલેન્ડની ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો,

આ વર્ષની શરુઆતમાં પાકિસ્તાને ન્યુઝીલેન્ડ પ્રવાસ કર્યો હતો અને ટીમને ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. શાહીન આફરીદીની કેપ્ટનશીપ વાળી પાકિસ્તાની ટીમ માત્ર એક જ ટી 20 મેચ જીતી શકી હતી. વનડે વર્લ્ડકપ 2023 બાદથી બાબર આઝમે પાકિસ્તાની ટીમની કેપ્ટનશીપ છોડી દીધી છે. ત્યારબાદ શાહીન આફરીદીને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પાાકિસ્તાન-ન્યુઝીલેન્ડ વચ્ચે એપ્રિલ 2024માં રમાનારી પાંચ ટી -20 સીરિઝની શરુઆત ત્રણ મેચ રાવલપિંડીમાં રમાશે. ત્યારબાદ ચોથી અને પાંચમી ટી-20 લાહૌરમાં રમાશે.ન્યુઝીલેન્ડના કેટલાક ખેલાડીઓ આ દરમિયાન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમશે. એટલા માટે ન્યુઝીલેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર પણ જોવા મળશે. કારણ કે, આઈપીએલની શરુઆત 22 માર્ચથી થઈ રહી છે. જેને લઈ સૌ કોઈ આતુર છે.  આ  વખતે 2024ની આઈપીએલ ચેમ્પિયન ટીમ મળશે.

પાકિસ્તાન વિ ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 સીરિઝનું શેડ્યૂલ

14 એપ્રિલ – ન્યૂઝીલેન્ડની ટીમ પાકિસ્તાન પહોંચશે

16-17 એપ્રિલ – ટ્રેનિંગ/પ્રેક્ટિસ

18 એપ્રિલ – પહેલી T20 મેચ, રાવલપિંડી

20 એપ્રિલ – બીજી T20 મેચ, રાવલપિંડી

21 એપ્રિલ – ત્રીજી T20 મેચ, રાવલપિંડી

25 એપ્રિલ – ચોથી T20 મેચ, લાહોર

27 એપ્રિલ -પાંચમી T20 મેચ, લાહોર

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાત જાયન્ટ્સને હરાવી દિલ્હી કેપિટલ્સ WPL 2024 ફાઈનલમાં ક્વોલિફાય થનાર પ્રથમ ટીમ
Next articleમોહમ્મદ શમીએ સર્જરી બાદ હેલ્થ અપટેડ આપતા ફોટો શેર કર્યા