Home ગુજરાત મોદી-રાહુલના રોડ શો રદ્દ : તંત્ર અચાનક કેમ સિંઘમ બની ગયું…?

મોદી-રાહુલના રોડ શો રદ્દ : તંત્ર અચાનક કેમ સિંઘમ બની ગયું…?

986
0

(જી.એન.એસ., સોહમ ઘમંડે) તા.12
– ત્રીજીએ કોંગ્રેસે રોડ શોની માંગણી કરી- તંત્ર દ્વારા સરકાર અને ભાજપને જાણ કરાઇ
– રાહુલની સાથે વડાપ્રધાન પણ રોડ શોની માંગ કરે તો રાહુલના રોડ શોને રદ્દ કરવાનું મજબૂત કારણ મળે તે હેતુથી વડાપ્રધાનના રોડ શોની માંગ થઇ અને પોલીસ તંત્રનું કામ સરળ થયું

ગુજરાત વિધાનસભાની વર્તમાન ચૂંટણીઓમાં બીજા તબક્કાના મતદાન પહેલાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા શક્ય તેટલો જાહેર પ્રચાર કરીને મતદારો સુધી પહોંચવાના પ્રયાસમાં કોંગ્રેસે મેગાસીટી અમદાવાદમાં રાહુલ ગાંધીના રોડ શો માટેનું આયોજન કર્યું હતું. પરંતુ જો તેમ થાય તો રાહુલ મેદાન મારી જશે તે બીકે ભાજપે વહીવટીતંત્રમાંથી રાહુલના રોડ શોની જાણ થતાં જ વડાપ્રધાનના રોડ શોની મંજૂરી માંગી અને આયોજન મુજબ પોલીસે સંવેદન વિસ્તાર, ટ્રાફિકની ગીચતા વગેરેના પારંપારિક કારણો આગળ ધરીને બન્નેની મંજૂરી રદ્દ કરી હતી. પોસીલે વડાપ્રધાનને રોડ શો માટે ના પાડવાની હિંમત દર્શાવી તેવો પ્રચારનો ફૂગ્ગો ફૂટી ગયો હોવાનું જાણવા મળે છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી એવી છે કે 3 ડિસે.ના રોજ કોંગ્રેસ દ્વારા અમદાવાદ પોલીસને જગન્નાથ મંદિર-જમાલપુરથી મેમ્કો સુધીના રોડ શોની મંજૂરી માટે લેખિત જાણ કરાઇ હતી. પોલીસે રાહુલ ઝેડ પ્લસ કેટેગરીમાં હોવાથી લોકલ આઇબીથી લઇને સેન્ટ્રલ આઇબી અને એનએસજીને જાણ કરી. દેખીતી રીતે જ સરકાર અને ભાજપને તેની જાણ થઇ. અમદાવાદ ભાજપનો ગઢ મનાય છે. જો રાહુલનો રોડ શો થાય તો ભાજપને રાજકીય નુકશાન થઇ શકે તેમ હોવાથી રોડ શોને રોકવાના ઉપાયો વિચારતાં રાહુલની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ રોડ શો એ જ વખતે પણ અલગ વિસ્તારમાં યોજવામાં આવે તો કોઇને કોઇ બહાનું કરીને પોલીસ મોદીની સાથે રાહુલના રોડ શોને પણ મંજૂરી આપી નહીં શકે. એવી ગણતરીપૂર્વકની પોલીસ પાસેથી મોદીના રોડ શોની મંજૂરી માંગવામાં આવી. સૂત્રો કહે છે કે મોદીને પૂછ્યા વગર દિલ્હીના દરબારમાં કોઇ એજન્સી ચૂં કે ચાં કરી શક્તી નથી ત્યારે અમદાવાદના પોલીસમાં એટલી નૈતિક હિંમત અને પ્રજાની ચિંતા એકાએક ચામાં ઉભરો આવે તેમ ઉભરાઈ અને જાણે કે ભાવતું મળ્યું હોય તેમ રાહુલની સાથે મોદીના રોડ શોને પણ મંજૂરી આપી નહીં. સૂત્રો એમ પણ કહે છે કે વહીવટી તંત્રમાંથી જ ભાજપને ટીપ મળી કે રાહુલની જેમ તમે પણ રોડ શોની મંજૂરી માંગો અને એક જ શહેરમાં એક જ સમયે અલગ અલગ વિસ્તારોમાં વિશાળ રોડ શોના બંદોબસ્તને પોલીસ પહોંચી શકે તેમ તી એવું સરસ મજાનું કારણ આગળ ધરીને રાહુલના રોડ શોની મંજૂરી પણ રદ્દ..! અને તે મુજબ થયું. બાકી મોદીએ જ્યાં પણ રોડ શો કરવો હોય તો તેમને રોકવાની અમદાવાદ પોલીસ તો શું કોઇ તંત્રમાં હિંમત નથી. સૂત્રો કહે છે કે ભાજપે રોડ સો માટે સંવેદનશીલ વિસ્તાર પસંદ કર્યો જેતી તંત્ર એમ કહી શકે કે આ શક્ય નથી. છેવટે તંત્ર અનાયસે સિંઘમ બની ગયું. પણ પડદા પાછળ શું ભજવાયું તે હવે ધીરે રહીને બહાર આવી રહ્યું છે. જેમાં કોઇપણ રીતે રાહુલના રોડ શોને અટકાવવાની રાજકીય રાજરમતમાં પોલીસનો ઉપયોગ થઇ ગયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article“હું છુ વિકાસ અને હુ છુ ગુજરાત” ભૂલી “હું નીચ છું” માટે તમે મને મત આપો..!! આ રીતે મત મંગાય?
Next articleહાર્દિકે જનસભાઓમાં માં ઉમા-ખોડલના શપથ લેવડાવી ભાજપની ઊંઘ બગાડી?