Home ગુજરાત મોંઘવારીના મામલે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા યોજાઈ પદયાત્રા, આસ પાસના લોકો યાત્રા...

મોંઘવારીના મામલે ગરવી ગુજરાત પાર્ટી દ્વારા યોજાઈ પદયાત્રા, આસ પાસના લોકો યાત્રા માં જોડાયા

343
0

(જી.એન.એસ. રવિન્દ્ર ભદોરીયા),તા.20

દેશની જનતાને મોંઘવારી ઓછી કરવા માટેનો આયનો બતાવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની યોજનાઓ માં ફેલ તથા જોવા મળ્યા છે…! કારણ કે આજે દેશના દરેક નાગરિક મોંઘવારી મુદ્દે તોબા પોકારી ગયો છે. પ્રાથમિક સુવિધા માટે દેશનો નાગરિક ભટકી રહ્યો છે. ત્યારે આજે ગુજરાત સમેત દરેક રાજ્યોમાં લોકો મોંઘવારી ને લઈ સરકાર વિરુદ્ધ આખો બતાવી રહયા છે. હાલ અમદાવાદના ઠાકોર નાટવરસિંહ પોતાની પાર્ટી બેનર હેઠળ ડુંગરી, તેલ જેવી પ્રાથમિક સુવિધા મુદ્દે અમદાવાદના અસારવા વિસ્તારમાં પેદલ યાત્રા કાઢી મોંઘવારી ના નારા લગાવ્યા હતા. આ પેદલ યાત્રા માં આસપાસના રહીશો અને મોંઘવારી તળે દબાયેલો વ્યક્તિ જોડાયો હતો.

આજે સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ એટલી કફોડી થઈ ગઈ છે કે પોતાનો ગુજરાન ચલાવામાં ફાફે ચડી ગયો છે. ત્યારે ગરવી ગુજરાત પાર્ટીએ નાગરિકના હિતમાં વિરોધ કરી સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. આજે સામાન્ય માડ્સની જરૂરિયાત રોટી,કપડાં,મકાન છે જેને મેળવવા માટે એ વ્યક્તિ દોડે છે પરંતુ આજે રોટી પણ મોંઘી, કપડાં પણ મોંઘા, અને મકાન તો વ્યક્તિના સપના થી જ બહાર છે. મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે સામાન્ય વ્યક્તિનું જીવન ચિંતા મય થઈ  ગયું છે. આ ચિંતાને દૂર કરવા માટે સનગઠનો, પાર્ટીઓ, તેમજ પોતે મોંઘવારી વચ્ચે દબાયેલો માણસ પ્રયાસ કરી રહ્યો છે. ખાવા પીવાથી પહેરવા સુધીની તમામ વસ્તુ મોંઘી થઈ છે.

ગરવી ગુજરાત પાર્ટીના પ્રદેશ પ્રમુખ નાટવરસિંહ ઠાકોરે જણાવ્યું કે અમદાવાદમાં આવેલ અસારવા એક મધ્યમ વર્ગ વિસ્તાર છે જ્યાં તમામ વર્ગ વસવાટ કરે છે. પરંતુ અહીંના ભાજપના ધારાસભ્ય પ્રદીપ પરમારને આ વિસ્તારની ચિંતા જ નથી. અસારવા મધ્ય વચ્ચે જો કોઈ વ્યક્તિને ફરવા જવાનો હશે તો એને કલાપીનાગર જવું પડે છે ત્યાંથી એને સરકારી બસ મળે છે. કોઈ પણ પ્રકારની સુવિધા અસારવા વિસ્તારમાં થઈ નથી. ત્યારે ભાજપ સરકાર વિકાસની વાતો કરી અસારવા ને ગ્રીન બનાવાની વાત કરી છે.પરંતુ આહિયા તો ગ્રીન ની જગ્યા  વિસ્તારમાં દારૂ,જુગાર ના અડ્ડાઓ ધમ ધમેં છે ભાજપ ના ધારાસભ્ય હોય કે પોલીસ કોઈને કોઈ ફરક પડતો નથી.એટલે આ બધાજ મુદાઓને લઈ ગરવી ગુજરાત પાર્ટી તરફથી પેદલ રેલી યોજી સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચારના બદલે માત્ર બે કર્મચારીઓથી ચાલી રહી છે પીસીઆર વાન..! પોલીસ વડાના નિયમના ઉડયા લીરેલીરા…            
Next articleઆઈ.એ.આર ખાતે ઇનોવીઝ ડિસ્કવરિંગ બીઝનેસ ઇનોવેશનનું આયોજન કરાયું, ગાંધીનગર મેયર રહ્યા ઉપસ્થિત