Home ગુજરાત ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ધોરડો-કચ્છમાં આયોજિત G-20 ની ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં સહભાગી થશે

28
0

આજે અને કાલે તા.૭ અને ૮ મી ફેબરુઆરી એ ગાંધીનગરમાં સાંસદો-ધારાસભ્યો-પ્રજાવર્ગોને મળી શકશે નહી

(GNS NEWS)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર, તા.૭ ફેબ્રુઆરી અને બુધવાર તા.૮ ફેબ્રુઆરીએ કચ્છના ધોરડો-સફેદ રણ ખાતે યોજાનારી G-20 ની પ્રથમ ટુરિઝમ વર્કીંગ ગૃપની બેઠકમાં સહભાગી થશે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમના આ પૂર્વ નિર્ધારીત રોકાણોના કારણે તા.૭ ફેબ્રુઆરી, મંગળવાર અને તા.૮ મી ને બુધવારે ગાંધીનગરમાં સાંસદો, ધારાસભ્યો, પદાધિકારીઓ કે પ્રજાવર્ગો-નાગરિકોને મળી શકશે નહી. 
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 ની બેઠકો પૈકી ૧પ બેઠકો ગુજરાતમાં યોજાવાની છે. આ પૈકી ટુરિઝમ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠક તા. ૭ થી ૯ ફેબ્રુઆરી દરમ્યાન કચ્છમાં ધોરડો ખાતે આયોજિત કરવામાં આવેલી છે. 
આ વર્કીંગ ગૃપની પ્રથમ બેઠકમાં ભારત સરકારના પ્રવાસન મંત્રી કિશન રેડ્ડી, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તેમજ G-20 ના સહભાગી દેશોના પ્રતિનિધિઓ પણ જોડાવાના છે.

(GNS NEWS)

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleરાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે મુખ્ય સચિવ રાજ કુમારની સૌજન્ય મુલાકાત
Next articleભારતીય શેરબજારમાં અફડાતફડી બાદ તેજી તરફી માહોલ…. નિફ્ટી ફયુચર ૧૭૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!