તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું થયું વેચાણ
ગોતા ખાતે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે ખુલ્લા મુકાયેલા પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદોની કરી ખરીદી
(જી.એન.એસ),તા.૨૧
અમદાવાદ,
રાજ્યના મુખ્યમંત્રીશ્રીને વિવિધ કાર્યક્રમો અને પ્રવાસ દરમિયાન ભેટ-સોગાદોમાં મળેલ અને તોશાખાનામાં જમા કરાવેલ ચીજવસ્તુઓનું ત્રણ દિવસીય પ્રદર્શન-વેચાણ અમદાવાદ જિલ્લા કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી.કે.એ તારીખ 18મી જાન્યુઆરીના રોજ ગોતા ખાતે ખુલ્લું મૂક્યું હતું. સિટી ડે.કલેકટર(પશ્ચિમ)ની ગોતા સ્થિત કચેરી ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીની ભેટસોગાદોમાં મળેલ ચીજવસ્તુઓના પ્રદર્શન-વેચાણને નાગરિકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો હતો. તોશાખાનામાં જમાં કરાવેલ ચીજવસ્તુઓના ત્રી-દિવસીય પ્રદર્શન-વેચાણ કાર્યક્રમમાં કુલ ₹10,19,001 ની કિંમતની 683 ભેટસોગાદોનું વેચાણ થયું હતું. પ્રદર્શન-વેચાણમાં નાગરિકોએ વિવિધ મોમેન્ટો, સોના-ચાંદીની ભેટ-સોગાદો સહિત અન્ય ચીજવસ્તુઓની ખરીદી કરી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.