(જી. એન. એસ) તા. 18
ગાંધીનગર,
અત્યાર સુધીમાં દસ તબક્કામાં થયેલા કુલ રૂ. ૧૮,૪૮૬ કરોડના ૩૯ MoU દ્વારા કુલ ૬૫,૦૦૦થી વધુ સંભવિત રોજગાર અવસર મળશે
ટેક્ષટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, એન્જીનીયરીંગ તેમજ ઓટો સેક્ટર માટે કુલ-૩ MoU દ્વારા રૂ. ૩૦૦૦ કરોડનું સંભવિત રોકાણ આવશે: વધુ ૯૦૦૦ રોજગારીની તકોનું સર્જન થશે
ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે જેની સફળતાના ૨૦ વર્ષની સમિટ ઑફ સક્સેસ તરીકે ઉજવણી કરી છે તે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતને બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ માટે બેંચમાર્ક તરીકે પ્રસ્થાપિત કરતી આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની દસમી શ્રેણી જાન્યુઆરી-૨૦૨૪માં યોજાવાની છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આ સમિટને સફળ બનાવવા માટેના શ્રેણીબદ્ધ આયોજન હાથ ધર્યા છે.
આ હેતુસર વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪નાં પૂર્વાર્ધરૂપે જુલાઈ-૨૦૨૩થી પ્રતિ સપ્તાહે રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે MoU સાઈનીંગ ઉપક્રમની કડી મુખ્યમંત્રીની પ્રેરણાથી યોજવામાં આવે છે.
આ ઉપક્રમના દસમાં તબક્કામાં બુધવાર તા. ૧૮ ઑક્ટોબરે ટેક્ષટાઇલ, એન્જીનીયરીંગ, ઓટો અને ઇલેક્ટ્રિક વાહન ક્લસ્ટર તેમજ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ની સ્થાપના માટે રૂ. ૩,૦૦૦ કરોડથી વધુના રોકાણો માટે ત્રણ MoU થયા છે. તેનાથી સંભવિત ૯,૦૦૦ જેટલી રોજગારીની તકોના અવસર ઊભા થશે.
આ ઉપક્રમમાં જુલાઈ-૨૦૨૩થી તા. ૧૮ ઓક્ટોબર સુધીમાં nથયેલા MoU સહિત દસ તબક્કામાં કુલ ૧૮,૪૮૫.૬૦ કરોડ રૂપિયાના સંભવિત રોકાણો માટેના ૩૯ MoU થયાં છે.
આ MoU સાકાર થતાં ભવિષ્ય રાજ્યમાં સમગ્રતયા ૬૫, ૦૩૨ જેટલા રોજગાર અવસરો ઊભા થશે.
બુધવાર તા. ૧૮ ઑક્ટોબરે થયેલા આ MoU અનુસાર વડોદરા જિલ્લાના આજવા ખાતે એન્જીનીયરીંગ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝ સેક્ટરમાં ટુ અને થ્રી વ્હીલર ઇલેક્ટ્રિક વાહનના ઉત્પાદન માટે વર્ડવિઝાર્ડ ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ દ્વારા રૂ. ૨,૦૦૦ કરોડનું રોકાણ કરવામાં આવશે.
આ યુનિટ વર્ષ ૨૦૨૪માં કાર્યરત થતા ૫,૦૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે.
અમદાવાદના દસક્રોઈ તાલુકાના મહીજડા ગામે ટેક્ષટાઈલ પાર્ક કાર્યરત કરવા માટે રૂપમ ઇકોગ્રીન ટેક્ષટાઇલ પાર્ક રૂ. ૫૦૦ કરોડનું રોકાણ કરશે તથા અંદાજે ૨,૫૦૦ જેટલી રોજગારી પ્રાપ્ત થશે. આ એકમ ઓક્ટોબર-૨૦૨૪ સુધીમાં કાર્યરત થશે.
ઉલ્લેખનીય છે કે, ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ વિવિધ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ તથા અમદાવાદ વિસ્તારમાં પહેલો ખાનગી ZLD-CETP ધરાવતો પાર્ક બનશે.
આ ઉપરાંત, પિગોટ બિલ્ટકોન પ્રાઇવેટ લિમિટેડ રૂ. ૫૦૦ કરોડના રોકાણ સાથે મહત્તમ સોલાર એનર્જી અને રિન્યુએબલ એનર્જી આધારિત એકમો ધરાવતો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થપાશે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ભોજપરા ગામે સ્થાપિત થનારા આ પાર્કમાંથી આશરે ૧,૫૦૦ લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વર્ષ ૨૦૨૬ સુધીમાં કાર્યરત થઈ જવાનો અંદાજ છે.
MoU કરનારા ઉદ્યોગકારોએ રાજ્ય સરકારની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં રાજ્યમાં સરળતાએ ઉદ્યોગો શરૂ કરી શકાય તેવું પ્રો-એક્ટીવ એડમિનિસ્ટ્રેશન, ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ માટે સરળ પ્રક્રિયા, વહીવટી સરળતા વગેરેની સક્રિય ભૂમિકાના કારણે સુગમતાથી ઉદ્યોગ શરૂ કરવા માટે અદભુત વાતાવરણ જોવા મળ્યું છે.
રાજ્ય સરકાર વતી ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે હૈદર તેમજ ઉદ્યોગકારો વતી ઉદ્યોગ સંચાલકોએ હસ્તાક્ષર કર્યા હતા.
આ MoU સાઇનીંગ અવસરે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ રાજકુમાર, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલે, સંયુક્ત કમિશનર કુલદીપ આર્ય તથા ઇન્ડેક્સ-બી ના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.