(જી.એન.એસ.) ગાંધીનગર, તા. 15
“‘મા અમૃતમ કાર્ડ’ ના બહાને પત્રકારોને જ્ઞાતિ-જાતિમાં કેમ વહેંચવા માંગે છે માહિતી ખાતું?” આ મથાળા હેઠળ જીએનએસ ન્યુઝ એજન્સી દ્વારા આજે સાંજે ૫.૦૦ કલાકે રીલીઝ કરાયેલા સમાચારો બાદ અચાનક જ માહિતી ખાતાના અધિકારીઓ ગાઢ નિંદ્રામાંથી સફાળા જાગી ઉઠ્યા અને વાસ્તવિક્તા સમજાતાં તેમણે તાત્કાલિક ધોરણે એક્રિડિટેશન કાર્ડ રીન્યુઅલના ફોર્મમાં સુધારો કરીને તેમાંથી એસસી/એસટી/ઓબીસી વગેરે જાતિ દર્શાવતી કોલમ દૂર કરીને નવા ફોર્મ ઇસ્યુ કર્યા હતા. અંતે માહિતી ખાતાના અધિકારીઓને વાસ્તવિક્તા સમજાતાં તેમની ભૂલ સુધારી તે બદલ પત્રકાર જગતે આભાર વ્યક્ત કર્યો હતો અને જીએનએસ ન્યુઝ એજન્સીને ફોન પર અભિનંદનની વર્ષા થઇ હતી.
“મા અમૃતમ” કાર્ડના બહાને પત્રકારોને જ્ઞાતિ-જાતિમાં કેમ વહેંચવા માગે છે માહિતી ખાતુ?
ગુજરાત સરકારના માહિતી વિભાગે કાર્ડ રીન્યુઅલ ફોર્મમાં જ્ઞાતિ-જાતિ દર્શાવતી કોલમ મૂકી અનેક સવાલો ઉભા કર્યા
(જી.એન.એસ.) ગાંધીનગર, તા. 15
રાજ્યમાં ચુંટણીઓની ધમધમાટી ચાલી રહી છે તે સાથે રાજ્યમાં જ્ઞાતિ-જાતિ આધારિત ઉમેદવારોની પસંદગી પર રાજકીય પક્ષો પસંદગી કરે તેવો ખેલ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત સરકારનું માહિતી ખાતુ પણ જ્ઞાતિ-જાતિથી આજ-દિન સુધી પર રહેલા પત્રકારોને પોતાની જ્ઞાતિ-જાતિ જણાવવાનું દર્શાવી લોકશાહીની ચોથી જાગીરમાં ભાગલા પડાવવામાં જોડાઈ ગયો છે.
આ અંગેની વિગત એવી છે કે ડીસેમ્બર મહિનો નજીકમાં આવતા જ રાજ્યના માહિતી ખાતા દ્વારા એક્રેડીટેશન કાર્ડ રીન્યુ કરવા માટે ફોર્મ જાહેર કરે છે અને પત્રકારો તે ફોર્મ ભરી રાજ્યભરની માહિતી ખાતાની જે-તે જિલ્લા કચેરીમાં પહોચાડે છે પછી ગાંધીનગર માહિતી ખાતાની મુખ્ય ઓફીસ એક્રેડીટેશન કાર્ડ તૈયાર કરી પત્રકારોને ડીસેમ્બરના અંતિમ દિવસે પહોંચાડી દે છે. પરંતુ આ વર્ષે નવેમ્બરમાં જાહેર કરેલ કાર્ડ રીન્યુઅલ ફોર્મમાં પત્રકારોને ફોર્મમાં એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., માઈનોરીટી બતાવવા જણાવેલ છે. જો કે જનરલ શબ્દ વાપર્યો નથી એટલે મીડિયા જગત માં હોહા મચી જવા પામી છે. કારણકે ચોથી જાગીરના સ્થંભ ગણાતા પત્રકાર કોઈપણ જ્ઞાતિ નાં હોય કે જાતિના હોય પણ તેઓ પ્રજા વચ્ચે રહેતા પત્રકાર છે અને દરેક જ્ઞાતિ-જાતિ સાથે વર્ષોથી જોડાયેલો છે. તેને કોઈપણ જ્ઞાતિ-જાતિની અસર આજદિન સુધી થઇ નથી કે થવાની નથી ત્યારે ગુજરાત સરકારના માહિતી વિભાગે કાર્ડ રીન્યુઅલ ફોર્મમાં જ્ઞાતિ-જાતિ દર્શાવવા કેમ કોલમ મૂકી તેઓ સવાલ ઉભો થયો છે.
માહિતી ખાતાના એક અધિકારીને આ બાબતે પૂછતા તેમણે કહ્યું કે પત્રકારોના “મા અમૃતમ” કાર્ડ કાઢવાના છે એટલે જ્ઞાતિ પ્રથા કોલમ મુકી છે. બીજા પ્રશ્ને કહ્યું કે મા-અમૃતમનું ફોર્મ પણ સાથે જ મુકેલ છે તે માટે આ કોલમ મુકી છે તો સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે ભાજપ સરકારે વિધાનસભામાં પસાર કરેલા વિધેયકમાં ફક્ત એક્રેડીટ પત્રકારોને મા અમૃતમ કાર્ડ આપવાનું નક્કી કર્યું છે કે પત્રકારોને પણ જાતી આધારીત મા અમૃતમ કાર્ડ આપવાના છે…? માહિતી ખાતાના અધિકારીઓ કહે છે કે આ તો ઉપરની સુચના મુજબ જ આ કોલમ કાર્ડ રીન્યુઅલના ફોર્મ મુકવામાં આવી છે. આનો અર્થ શું સમજવો એ પણ એક પ્રશ્ન છે…?
બીજી તરફ રાજ્ય સરકારે બજેટ સત્રમાં પત્રકારોને “મા-અમૃતમ” યોજનાનો લાભ આપવા વિધાનસભામાં જાહેરાત કરી હતી. ત્યારબાદ પત્રકારોના ફોર્મ ઓગસ્ટમાં ભર્યા પણ મા-અમૃતમ કાર્ડ ન આપ્યા અને હવે માહિતી ખાતાએ “મા-અમૃતમ” કાર્ડના બહાને “એક્રેડીટેશન” કાર્ડ ધારક પત્રકારોમાં ભાગલા પાડવા જ્ઞાતિ-જાતિ દર્શાવવા કોલમ દર્શાવી છે. જેની સામે ગુજરાતની પત્રકાર જગતમાં ભારે હોહા જામી છે કારણ પત્રકાર એ પત્રકાર છે તે પ્રજાનો વફાદાર છે તેને જ્ઞાતિ-જાતિનો ઓછાયો લાગતો નથી ત્યારે માહિતી ખાતુ શા માટે પત્રકાર જગતને જ્ઞાતિ-જાતિ કેટેગરીમાં મુકવા માગે છે? તે કોઈને સમજાતુ નથી. જો માહિતી ખાતાએ કોઈ ભૂલ કરી છે તો તાકીદે સુધારી લે તેવી પત્રકારોની લાગણી છે અને વિધાનસભામાં પસાર થયેલા વિધેયક મુજબ પણ એક્રેડીટ પત્રકારોની “મા-અમૃતમ” કાર્ડ માટેની અરજી ફોર્મમાં પણ જ્ઞાતિ-જાતિનો કોઇ ઉલ્લેખ હોય તો રાજ્યના એક્રેડીટ પત્રકારો આની સામે સખ્ત વાંધો ઉઠાવે છે અને રાજ્ય માહિતી નિયામક ને વિનંતી કરે છે કે પત્રકારોને માત્ર પત્રકાર રહેવાદો તેમાં જ્ઞાતિ જાતીના નામે ભેદભાવ ઉભાના થાય તેની તકેદારી રાખવી તે આપની ફરજ છે તેનું ધ્યાન રાખો…
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.