Home ગુજરાત આપણે તો મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?

આપણે તો મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?

2143
0

(જી.એન.એસ.-ધીમંત પુરોહિત) તા. 15
ગુજરાત ઈલેક્શન ને ટાંકણે, હાર્દિક પટેલના સીડી કાન્ડે જેટલા વમળો ઉભા કર્યા છે, એથી વધુ પ્રશ્નો ઉભા કર્યા છે, આપણી નિસબત છે ત્યા સુધી આ પ્રશ્નો નથી હાર્દિક સામે, નથી બીજેપી સામે કે નથી કોંગ્રેસ સામે. આપણે નિસબત મિડીયા સાથે છે એટલે પ્રશ્નો પણ મિડીયા સામે જ છે.
ચિલ્ડ્રન્સ ડે ના દિવસે જ મિડીયા હાર્દિક પટેલની એડલ્ટ બ્લુ ફિલ્મ ટીવી મારફતે ઘેર ઘેર પહોચાડી દીધી. આ બેજવાબદારીભર્યા કૂત્યમા જવાદારી ભર્યા દંભ એટલો કર્યા કે બ્લુ ફિલ્મ સાથે એ પટ્ટી પણ ચલાવી કે, “અમે આ વિડીયોની પુષ્ટી નથી કરતા”.
અરે ભઈ જો પૂષ્ટી નથી કરતા તો ચલાવો છો શુ કામ?. એક સામાન્ય એક્સિડેન્ટના સમાચાર પણ આપણે બે જગ્યાએ કનફોર્મ કર્યા વગર નથી આપતા. તો આટલા મોટા સમાચાર કન્ફોર્મ કર્યા વગર જ આપી દેવાના?. વ્યુવરશિપ અને ટીઆરપીની લ્હાયમા ક્રેડિબીલિટીનું નાહીં નાખવાનું ?
બીજી વાત, હાર્દિક પટેલની સીડી કોણે અને શુકામ બનાવી? આ સીડી મિડીયા સુધી કોણે અને શુ કામ પહોચાડી? એ શોધ ખોળ કરવાનું કામ મિડીયાનું ખરુ કે પછી કોઈએ પકડાવ્યું એ બસ ચલાવી જ દેવાનું?.
આપણે મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા? ગુજરાત ઈલેક્શન ને ટાંકણે, હાર્દિક પટેલના સીડી કાન્ડે જેટલા વમળો ઉભા કર્યા છે, એથી વધુ પ્રશ્નો ઉભા કર્યા છે, આપણી નિસબત છે ત્યા સુધી આ પ્રશ્નો નથી હાર્દિક સામે, નથી બીજેપી સામે કે નથી કોંગ્રેસ સામે. આપણે નિસબત મિડીયા સાથે છે એટલે પ્રશ્નો પણ મિડીયા સામે જ છે.
ચિલ્ડ્રન્સ ડે ના દિવસે જ મિડીયા હાર્દિક પટેલની એડલ્ટ બ્લુ ફિલ્મ ટીવી મારફતે ઘેર ઘેર પહોચાડી દીધી. આ બેજવાબદારીભર્યા કૂત્યમા જવાદારી ભર્યા દંભ એટલો કર્યા કે બ્લુ ફિલ્મ સાથે એ પટ્ટી પણ ચલાવી કે, “અમે આ વિડીયોની પુષ્ટી નથી કરતા”.
અરે ભઈ જો પૂષ્ટી નથી કરતા તો ચલાવો છો શુ કામ?. એક સામાન્ય એક્સિડેન્ટના સમાચાર પણ આપણે બે જગ્યાએ કનફોર્મ કર્યા વગર નથી આપતા. તો આટલા મોટા સમાચાર કન્ફોર્મ કર્યા વગર જ આપી દેવાના?. વ્યુવરશિપ અને ટીઆરપીની લ્હાયમા ક્રેડિબીલિટીનું નાહીં નાખવાનું ?
બીજી વાત, હાર્દિક પટેલની સીડી કોણે અને શુકામ બનાવી? આ સીડી મિડીયા સુધી કોણે અને શુ કામ પહોચાડી? એ શોધ ખોળ કરવાનું કામ મિડીયાનું ખરુ કે પછી કોઈએ પકડાવ્યું એ બસ ચલાવી જ દેવાનું?. આપણે મિડીયાવાળા છીએ કે કુરિયરવાળા?

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleચુંટણીમાં ચારિત્ર્ય હનન ની પ્રવૃત્તિ એટલે કોઠી ધોઈને કાદવ ઉલેચવો
Next articleજીએનએસ ઇમ્પેક્ટ ઃ અંતે માહિતી ખાતાએ ભૂલ સુધારી એક્રેડિટેશન રિન્યુઅલના નવા ફોર્મ ઇસ્યુ કર્યા….