(જી.એન.એસ), તા.૭
બોરસદ તાલુકાના ખાનપુર ઈન્દીરા કોલોનીમાં રહેતા સરપંચના નાનાભાઈને બાજુમાં રહેતા એક શખ્સે મારા દિકરાને ગાળો કેમ બોલી તેમ જણાવી ઝઘડો કરી ઉશ્કેરાયેલા શખ્સે કુહાડીનો પાછલો ભાગ જોરથી છાતીના ભાગે મારતા તેનું મોત નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે.આ બનાવ અંગે વિરસદ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના ભાભીની ફરીયાદના આધારે ચાર જણાં સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોરસદ તાલુકાના ખાનપુર ગામમાં ઈન્દીરા કોલોનીમાં રહેતા ભુપેન્દ્રભાઈ મફતભાઈ સોલંકી ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવે છે.ગતરાત્રીના સુમારે પાડોશમાં રહેતા પરિવાર સાથે પારિવારિક ઝઘડો થયો હતો.દરમ્યાન આજે સવારે તેમનો નાનો ભાઈ નિતિનભાઈ મફતભાઈ સોલંકી ઉ.વ.૨૮ ઘરે હતો ત્યારે પાડોશમાં રહેતા મહેન્દ્ર મોહનભાઈ સોલંકી પાસે આવ્યા હતા અને નિતિનને જણાવ્યું હતું કે તેે મારા દિકરાને ગઈકાલ રાતના મારા દિકરા હિતેશને ગાળો કેમ બોલી તેમ જણાવી ગાળો બોલી ઝઘડો કર્યો હતો જ્યારે તેઓ તથા તેમની પત્ની અને પુત્રવધુએ પણ ઉશ્કેરણી કરી મારી નાખો તેમ જણાવતા હિતેશે પોતાના હાથમાંની કુહાડીનો પાછલો ભાગ નિતિનના છાતીના ભાગે જોરથી મારી દેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ દ્રશ્ય જોતા આજુબાજુના લોકો તેમજ સરપંચના પરિવારજનો દોડી આવ્યા હતા અને તેઓએ નિતિનને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડતા રસ્તામાં જ તેનું મોત નિપજ્યું હતું.જેથી આ અંગે વિરસદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને નિતિનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો અને આ બનાવ અંગે વર્ષાબેન ભુપેન્દ્રભાઈ સોલંકીની ફરીયાદના આધારે હિતેશ મહેન્દ્ર સોલંકી,મહેન્દ્ર મોહનભાઈ સોલંકી,બેબીબેન મહેન્દ્રભાઈ સોલંકી અને આરતીબેન હિતેશભાઈ સોલંકી સામે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આમ ખાનપુરમાં નજીવી બાબતે સરપંચના નાનાભાઈની હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.