Home મનોરંજન - Entertainment માત્ર 1 દિવસમાં 3 ફિલ્મોના 75 કરોડનું કલેક્શન થતા બોક્સઓફિસ છલકાઈ ગઈ

માત્ર 1 દિવસમાં 3 ફિલ્મોના 75 કરોડનું કલેક્શન થતા બોક્સઓફિસ છલકાઈ ગઈ

21
0

(GNS),12

ઈન્ડિયન બોક્સઓફિસ પર શુક્રવારનો દિવસ ધમાકેદાર રહ્યો હતો. આ દિવસે સની દેઓલની ફિલ્મ ગદર 2, અક્ષય કુમારની ઓહ માય ગોડ 2 અને રજનીકાંતની જેલર વચ્ચે સીધી ટક્કર હતી. જેલર ગુરુવારે રિલીઝ થઈ હતી, જ્યારે અન્ય બે ફિલ્મો માટે શુક્રવારે ઓપનિંગ ડે હતો. આ ત્રણેય ફિલ્મ્સે શુક્રવારના દિવસે એકંદરે રૂ.75 કરોડનું કલેક્શન મેળવ્યું હોવાનો પ્રાથમિક અંદાજ છે.  બે દાયકા બાદ આવેલી ગદરની સીક્વલને અપેક્ષા મુજબ જ બમ્પર ઓપનિંગ મળ્યું છે. ટ્રેડ એક્સપર્ટ્સનું માનવું છે કે સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મને પહેલા દિવસે રૂ. 30-35 કરોડનું કલેક્શન મળ્યું હશે. પહેલા વીકેન્ડમાં જ ગદર 2 રૂ.100 કરોડનો આંક વટાવી જાય તેવી શક્યતા છે.   પ્રોડ્યુસર અને ફિલ્મ બિઝનેસ એક્સપર્ટ ગિરીશ જોહરે ઈન્ડિયન બોક્સ ઓફિસ માટે 11 ઓગસ્ટને ખૂબ શુકનિયાળ દિવસ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, નોર્થ ઈન્ડિયામાં ગદર 2 અને સાઉથમાં જેલરનું એડવાન્સ બુકિંગ જોઈને આનંદ થાય છે. આ બંને ફિલ્મોથી થીયેટર્સને રો સપોર્ટ મળશે. આ શુક્રવારે સાઉથની ફિલ્મ ભોલા શંકર પણ આવી છે. કોરોના બાદના સમયગાળામાં પ્રથમ વખત આટલી મોટી ફિલ્મો એક સાથે આવી છે. ઈન્ડસ્ટ્રી માટે આ નવી શરૂઆત છે.  એડવાન્સ  બુકિંગમાં ગદર 2ની ત્રણ લાખ ટિકિટ્સ વેચાઈ હતી. એક્ઝિબિટર અક્ષય રાઠીને ખાતરી છે કે, ગદર 2 એક દિવસમાં 30 કરોડથી વધુનું કલેક્શન મેળવી લેશે. સની દેઓલ માટે આ દાયકાની સૌથી વધુ સફળ ફિલ્મ ગદર 2 હશે. ગદર 2ના પ્રમોશનમાં મેકર્સે કોઈ કચાશ રાખી નથી.

વળી, દેશભરમાં 4000 સ્ક્રિન્સમાં આ ફિલ્મ રિલીઝ થઈ છે. સની દેઓલની આ કમબેક ફિલ્મ માટે ઘણી બધી ઉત્સુકતા છે. મેટ્રો શહેરો ઉપરાંત નાના નગરોમાં પણ આ ફિલ્મને શુક્રવારે સારી શરૂઆત મળી છે. ગદર 2નો પ્રથમ દિવસ રૂ.25 કરોડથી વધુનો રહેવાનું નિશ્ચિત છે. શુક્રવારે આ ફિલ્મ રિલીઝ થઈ છે, પણ તે રજાનો દિવસ નથી. શનિવાર-રવિવારના વીકેન્ડ અને 15 ઓગસ્ટની રજામાં આ ફિલ્મ વધારે મજબૂત થશે. તેથી રિલીઝના પ્રથમ ત્રણ દિવસમાં જ આ ફિલ્મ રૂ.100 કરોડથી વધુનું કલેક્શન મેળવી શકશે.  ફિલ્મના વિષય અને સર્ટિફિકેશન મામલે શરૂ થયેલો વિવાદ ઓહ માય ગોડ 2ને છેક સુધી નડ્યો છે. તેને એડલ્ટ સર્ટિફિકેટ મળ્યું હોવાથી સ્વાભાવિકપણે ઓડિયન્સ ઘટ્યું છે. ફેમિલી સાથે ફિલ્મ જોવા આવતા લોકો ઓહ માય ગોડ 2ને જોવાનું ટાળે છે. તેથી આ ફિલ્મ પહેલા દિવસે રૂ.9-10 કરોડનું કલેક્શન માંડ મેળવે તેવી શક્યતા છે.  ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શનું માનવું છે કે, ઓહ માય ગોડ 2 માટે પહેલો દિવસ ખાસ સારો નથી રહ્યો, પરંતુ માઉથ પબ્લિસીટીથી આ ફિલ્મ આગામી દિવસોમાં સારું પરફોર્મ કરી શકે છે. ફિલ્મના પ્રમોશનમાં સમય ઓછો મળ્યો હોવાથી પણ ફિલ્મને શરૂઆતના દિવસોમાં નુકસાન થઈ શકે છે. રજનીકાંતની જેલર ગુરુવારે રિલીઝ થઈ હતી. સાઉથની ઈન્ડસ્ટ્રીમાં ઓલ ટાઈમ ટોપ 3 ઓપનર્સમાં તેને સ્થાન મળ્યું છે. પહેલા જ દિવસે જેલરને વર્લ્ડવાઈડ રૂ.95.78 કરોડનું કલેક્શન મળ્યુ હતું. તેમાંથી એકલા તામિલનાડુમાં જ રૂ.29.46 કરોડની ઈનકમ થઈ હતી. રિલીઝના બીજા દિવસે જેલરને ઈન્ડિયન બોક્સઓફિસ પર રૂ.40 કરોડથી વધુ કલેક્શન મળવાનો અંદાજ છે. ત્રણ મોટી ફિલ્મોની વાત કરીએ તો એકંદરે શુક્રવારનો દિવસ ઈન્ડિયન બોક્સઓફિસ પર રૂ.75 કરોડથી વધુનું કલેક્શન અપાવનારો બની રહેશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleZerodhaને AMC માટે SEBI નું લાઇસન્સ મળ્યું, મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરવાની મંજુરી મળી
Next articleગદર 2 કે OMG 2… બે માંથી કઈ ફિલ્મ જોવા જેવી તેના રીવ્યુ આવ્યા સામે..