Home ગુજરાત માત્ર ૭૫ દિ’માં સાડા 3 કિ.મી. રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ...

માત્ર ૭૫ દિ’માં સાડા 3 કિ.મી. રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો

121
0

(જી.એન.એસ),તા.૧૪
અમદાવાદ

· કોઇપણ બ્રાઉન ફિલ્ડ રન-વે ઉપર રોજના ફક્ત ૯ કલાકના વપરાશમાં વેગવાન કામગીરીકરી
· બાકીના ૧૫ કલાકમાં આ રન-વે ઉપર સરેરાશ ૧૬૦ ફ્લાઇટનું સંચાલન થયું
· વિક્રમ જનક અઢી માસના ગાળામાં બે લાખ મેટ્રિક ટન ડામર પાથર્યો
· ૨૦૦ કિ.મી. રોડના બાંધકામ જેટલું કામ ૭૫ દિ’ના ૬૭૫ કલાકમાં સંપ્પ્ન કરાયું
· ૪૦ માળના બિલ્ડીંગને લગોલગ આ કામમાં ૪૦ હજાર ક્યુબિક મીટર કોંક્રિટ સામેલ છે
· હવે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટના રનવેમાં ટેક્સી માર્ગોને સાંકળી લેતી આશરે ૪૦ કિ.મીની નળી સાથેની સંપૂર્ણ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ
· આ લાઇટીંગ સિસ્ટમ એક જિલ્લાના ૧૨ થી ૧૩ ગામોની વીજ વ્યવસ્થા બરાબર છે
· વિક્રમરુપ સમયમાં આ પ્રોજેકટને આખરી ઓપ આપવામાં ૧૦ લાખ સલામત માનવ દિન સાથે ૬૦૦ કાર્યદક્ષ કર્મીઓની ટીમે રંગ રાખ્યો
· ચાલુ ઉનાળામાં અમદાવાદથી વધુ ઉડ્ડયનો

અમદાવાદ તા.14 એપ્રિલ,૨૦૨૨: અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર ૭૫ દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે.
અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની ૨૦૦ ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ’નોટમ’ (નોટીસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે.આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર ૭૫ દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના ૧૫ કલાક દરમિયાન સરેરાશ રોજની ૧૬૦ ફ્લાઇટ્સ માટેસરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.
આ રનવે માટે ૨૦૦ કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે ૪૦ મજલાની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.
અગાઉ ૧૦ નવેમ્બર ૨૦૨૧થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના ૨૦૦ દિવસનું આયોજન હતું. પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના ૨૦૦ દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા ૯૦ દિવસ કર્યા હતા. કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી ૬૦૦ ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને ૨૦૦ જેટલા અત્યાધુનિક સાધનોની શક્તિના પ્રચંડ સહયોગથી આ પડકારજનક કામગીરી ૧૦ લાખ સુરક્ષિત માનવ કલાકોમાં તેની પૂર્ણતાના આખરી મુકામે ફક્ત ૭૫ દિવસમાં પહોંચી હતી.
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેના રીકાર્પેટીંગની વિક્રમરુપ કામગીરીનું અદકેરું મહત્વ એટલા માટે છે કે ભારતના મુંબઇ, કોચી, નવી દિલ્હી, બેંગાલુરુઅને હેદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.
અદાણી સમૂહે નવેમ્બર-૨૦૨૦માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.
વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરું કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સિસ્ટમ સમગ્ર જિલ્લાના ૧૨થી ૧૪ ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.
ઉલ્લેખનિય છે કે અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની ૧૦૦ ટકા પેટા કંપની તરીકે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્ઝ લિ.માં ૨૦૧૯માં સામેલ કરવામાં આવી હતી. સંકલિત આંતરમાળખું અને પરિવહન લોજીસ્ટિક્સમાં વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવવાની તેની દ્રષ્ટીને અનુરુપ અદાણી સમૂહ એરપોર્ટ ક્ષેત્રમાં પ્રવેશીને દેશના ૬ વિમાની મથકના સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે ઉંચી બિડ કરનાર તરીકે ઉપસી આવ્યું હતું. અને અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગૌહતી અને થિરુવનંતપુરમ એરપોર્ટ મળી ૬ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીઆ સાથે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં ૭૩ ટકા હિસ્સો પણ ધરાવે છે જ્યારે તેની સામે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. તેના પોર્ટફોલિઓમાં આઠ વિમાનીમથકોના વ્યવસ્થાપન અને વિકાસસાથે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જેનો ફુટફોલ ભારતના ૨૫ ટકા પ્રવાસી અને ૩૩ ટકા એર કાર્ગો ટ્રાફિક ક્ષેત્રમાં છે

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅદાણી ટોટલ ગેસ લિમિટેડ અને AMCના સહયોગથી ગોતા ખાતે બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવામાં આવશે
Next articleદેશભક્તિ મોટા પાયે સમાજ માટે ફાયદાકારક છે.