Home ગુજરાત માત્ર ૪૮ કલાકમાં જ S&MNP-GNS એક્ઝીટ પોલ એક લાખથી વધુ હીટ સાથે...

માત્ર ૪૮ કલાકમાં જ S&MNP-GNS એક્ઝીટ પોલ એક લાખથી વધુ હીટ સાથે અગ્રેસર

1118
0

(જી.એન.એસ.) ગાંધીનગર, તા.16
ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણી પછી તમામ ચેનલો દ્વારા આપવામાં આવેલા એક્ઝીટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને સરકાર બનાવતી દર્શાવવામાં આવી હતી, તેનાથી તદ્દન વિપરીત અમારી રાષ્ટ્રીય સમાચાર એજન્સી જીએનએસ અને ગુજરાતના નાના અને મધ્યમ કક્ષાના સમાચારપત્રો દ્વારા કરવામાં આવેલા સંયુક્ત એક્ઝીટ પોલ સર્વેક્ષણોમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતીથી દૂર અને કોંગ્રેસને બહુમતીથી નિકટ દર્શાવવામાં આવી છે.
જીએનએસના આ સમાચારને સમગ્ર દેશમાં બહોળો પ્રતિસાદ મળ્યો છે અને માત્ર 48 કલાકમાં જ એક લાખથી વધુ લોકોએ આ ઉપરાંત અમારા આ સંયુક્ત સર્વેક્ષણને ગુજરાતના ૮૦ ટકા નાના અને મધ્યમ કક્ષાના સમાચારપત્રોએ અગ્રતા આપીને પ્રકાશિત કર્યું હતું, જ્યારે બીજી તરફ આ જ સમાચારની વિશ્વસનીયતા પર તમામ સમાચારપત્રોએ તેમનું સકારાત્મક વલણ દર્શાવ્યું છે.
અમે આપને જણાવી દઇએ કે જીએનએસ અને ગુજરાતના જિલ્લા સ્તરના સમાચારપત્રોના તંત્રી અને મતદાન સમયે ફિલ્ડમાં રીપોર્ટીંગ કરી રહેલા પત્રકારો દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણને આધારે આ એક્ઝીટ પોલ તૈયાર કરવામાં આવ્યો હતો. S&MNP और GNS ના એક્ઝીટ પોલ અનુસાર ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ સમાચાર ચિંતાજનક છે.
ગુજરાતમાં ભાજપ ૨૨ વર્ષના શાસન પછી સત્તા ગુમાવી શકે છે, તેમાં કોંગ્રેસને ૪૭ ટકા જ્યારે ભાજપને ૪૧ ટકા મત મળવાની શક્યતાઓ છે, જ્યારે અન્યોના ખાતામાં ૧૨ ટકા મત જવાની શક્યતાઓ છે. અમે સરવેમાં જણાવ્યું હતું કે ૧૮૨ ધારાસભ્યો ધરાવતી ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને કુલ ૯૪ થી ૯૮ બેઠકો મળવાની શક્યતા છે, જ્યારે ભાજપના ખાતે ૭૮ થી ૮૪ બેઠકો જતી જણાય છે. અન્યોના ખાતે ૪ થી ૬ બેઠકો જતી જણાઇ રહી છે. કોંગ્રેસને આશરે ૯૫, ભાજપને ૮૨ અને અન્યને ૫ બેઠકો મળતી જણાય છે. આમ, કોંગ્રેસ પાતળી સરસાઇ સાથે ગુજરાતમાં સરકાર બનાવતી જણાય છે. અલબત્ત, છેલ્લી ઘડીનો ચૂકાદો લગભગ ૪૮ કલાક પછી આવનાર છે, તેના આવ્યા પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી જોવા મળશે.

એક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએક્ઝીટ પોલમાં ભાજપને ઝટકો.., રાજ્યમાં કોંગ્રેસની સત્તાના એંધાણ…!
Next articleએરપોર્ટથી ગાંધીનગર સુધી મીની રોડ-શો યોજી શપથવિધિ સમારોહમાં પહોંચ્યા મોદી