Home દેશ - NATIONAL મહારાષ્ટ્રમાં ડુંગળીનો આ ભાવે મળતા ખેડૂતોએ કહ્યું કે, “કા તો મોત આપો...

મહારાષ્ટ્રમાં ડુંગળીનો આ ભાવે મળતા ખેડૂતોએ કહ્યું કે, “કા તો મોત આપો કે સારો ભાવ આપો”

55
0

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ખેડૂતો રાજ્યમાં ડુંગળીની ઓછી કિંમતના કારણે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને એટલા માટે તેમણે કેન્દ્ર સરકાર પાસે માગ કરી છે કે, તેમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવામાં આવે. ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળતા મુશ્કેલીનો સામનો કરતા હોવાની ફરિયાદ કરી અને આરોપ લગાવ્યો કે, ડુંગળી વેચ્યા બાદ તેમને જે રકમ મળી તેનાથી જીવન જીવવું મુશ્કેલ છે. એએનઆઈ સાથે ખેડૂતે વાતચિત કર્યા પ્રમાણે તમને જણાવીએ તો ખેડૂતે એજન્સીને જણાવ્યું કે, શુક્રવારે મંડીમાં ડુંગળી 300-400 રૂપિયે પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. મેં પહેલા જ 3.5 લાખ ખર્ચી નાખ્યા છે. હવે હું 1 લાખ રૂપિયા પણ નહીં બનાવી શકું. મને નથી ખબર કે આ મુદ્દાનું કેવી રીતે નિવારણ આવશે. કેન્દ્ર સરકારે ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ.

કેન્દ્રને અમારી સૌથી ઓછી ચિંતા છે. ખેડૂતે એમ પણ કહ્યું કે, અમે અમારા પાકનું યોગ્ય વળતર મેળવવા માટે હકદાર છીએ. નહીંતર સરકાર અમને આત્મહત્યા કરવાની મંજૂરી આપવી જોઈએ. અમે અમારા બાળકો માટે 10 રૂપિયાની ચોકલેટ લેતા પણ વિચાર કરીએ છીએ. એક મહિલા ખેડૂતે ડુંગળીના ભાવ પર નિરાશા વ્યક્ત કરી હતી. એએનઆઈ સાથે વાતચિત કર્યા પ્રમાણે તમને જણાવીએ તો તેમણે એજન્સીને જણાવ્યું કે, અમારી પાસે એક એકર જમીન છે, મેં સોનુ ગિરવી મુકીને ડુંગળી ઉગાડી હતી. મારો કુલ ખર્ચ 50,000 રૂપિયા હતો અને જ્યારે બજારમાં ડુંગળી ગઈ તો, 20-25 હજાર પણ ન મળ્યા. કેન્દ્ર સરકારે તેના વિશે કંઈક કરવું જોઈએ.

મહિલાએ કહ્યું કે, કેન્દ્રએ ડુંગળીના ભાવ વધારવા જોઈએ. અમે અમારા બાળકોની સ્કૂલની ફી પણ ભરી શકતા નથી. અમે ડુંગળી ઉગાડવા માટે આકરી મહેનત કરીએ છીએ. પણ દુર્ભાગ્યથી અમને યોગ્ય કિંમત નથી મળતી. અમે અમારા જીવનને સમાપ્ત કરવાની મંજૂરી માગીએ છીએ. અન્ય એક ખેડૂતે કહ્યું કે, અમે 3-4 મહિનાથી તૈયારીઓ શરુ કરી હતી. હવે અમે બજારમાં જઈએ છીએ, તો અમને ફક્ત 300-400 રૂપિયા મળે છે. ખેડૂતોએ તેમની જમીન પર 50 -60 હજારનો ખર્ચ કર્યો છે. અમને એક ટ્રેક્ટર ડુંગળી પર ફક્ત 10,000 કે 11,000 રૂપિયા મળે છે, કોઈ નફો થતો નથી. ખાલી નુકસાન વેઠવાનો વારો આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમધ્યપ્રદેશમાં પુરપાટ ઝડપે આવતી ટ્રકે 3 બસોને મારી ટક્કર, 13ના મોત, 50થી વધુ ઘાયલ
Next articleકોંગ્રેસ પાર્ટી કરી રહી છે વિચાર, ‘દારુ પીવાની મળશે છુટ, સંવિધાનમાં કરશે ફેરફાર’