Home દેશ - NATIONAL મને ઉમદા શિક્ષકો મળ્યાં હતાં: રાની મુખરજી ચોપરા

મને ઉમદા શિક્ષકો મળ્યાં હતાં: રાની મુખરજી ચોપરા

366
0

(S.yuLk.yuMk){wtçkE,íkk.27
મોખરાની અભિનેત્રી રાની મુખરજી ચોપરાએ કહ્યું હતું કે મારી આગામી ફિલ્મ હિચકીના મારા પાત્ર માટે મારી સ્કૂલના ટીચર્સને મેં દ્રષ્ટિ સમક્ષ રાખ્યાં હતાં. એ લોકોજ મારી પ્રેરણા બની રહ્યાં હતાં. મુંબઇના વિલે પારલે ઉપનગરમાં આવેલી માણેકજી કૂપર સ્કૂલમાં ભણેલી રાની આ ફિલ્મમાં એક શિક્ષિકાનો રોલ કરી રહી છે. એક એવરેજ યુવતી તરીકે એની સામે અનેક સમસ્યા આવે છે. એનાથી અકળાઇ જવાને બદલે એ દરેક પરિસ્થિતિને પોઝિટિવ રીતે સ્વીકારીનેે એનો સામનો કરે છે તથા સફળ થાય છે એવી કથા આ ફિલ્મમાં છે. આ સમાચારને સમર્થન આપતાં રાનીએ કહ્યું કે આ વાત સાચી છે. માણેકજી કૂપર સ્કૂલમાં મારાં ભૂગોળના શિક્ષિકા મિસિસ વકીલ અમને એટલી ચોકસાઇથી ભણાવતાં કે અમારે ઘરે જઇને કશું ન કરવું પડે. એ જ રીતે અમારા ઇતિહાસ અને સાહિત્યનાં શિક્ષિકા મિસિસ દાદરકર જુલિયસ સીઝરની કથા એવી રીતે અમને શીખવતાં કે અમારી દ્રષ્ટિ સમક્ષ આખી વાર્તા આવીને ઊભી રહે. આ શિક્ષકો અમારા માટે પ્રેરણારૃપ બની રહ્યાં હતાં. એ બધાંને યાદ કરી કરીને મારા પાત્રની તૈયારી મેં કરી હતી. ગયા શુક્રવારે સલમાન ખાન અને કેટરિના કૈફની રજૂ થયેલી ફિલ્મ ટાઇગર જિંદા હૈ સાથે હિચકીનું ટ્રેલર રજૂ થયું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleકેમ રહે છે નરગીસ ફખરી આજકાલ ખુશ..?
Next articleભોલી પંજાબણના ઉઘડી ગયા નસીબ, મળી ત્રણ કરોડની ઑફર