Home દુનિયા - WORLD ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું તે ખાસ જાણો

ભારત સામે હાર્યા બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ શું કહ્યું તે ખાસ જાણો

50
0

એશિયા કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જે કારમી હાર મળી છે તેનાથી પાકિસ્તાનના રાજકારણમાં પણ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. અહીંના નેતાઓએ નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ હાલની પાકિસ્તાનની સરકારને જ અપશુકનિયાળ ગણાવી દીધી છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાની પહેલી મેચ ભારતીય ટીમ વિરુદ્ધ રવિવારે રમી.

આ મેચમાં પાકિસ્તાની ટીમ 5 વિકેટે હારી ગઈ. જેને લઈને ટીમની ખુબ ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રીનું નિવેદન પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે તેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની કોઈ ભૂલ જ નથી. આ હાર માટે પાકિસ્તાનની સરકાર જવાબદાર છે. તે અપશુકનિયાળ છે. આ જ કારણે પાકિસ્તાન ટીમે હાર ઝેલવી પડી. ફવાદે ટ્વીટ કરીને આ વાત કરી. પીટીઆઈ નેતાએ પોસ્ટમાં ઉર્દૂમાં લખ્યું છે કે ‘આ ટીમની ભૂલ નથી, ઈમ્પોર્ટેડ હુકુમત જ મનહૂસ છે’

ફવાદે ટ્વીટમાં હેશટેગ સાથે #indiavspakistan પણ લખ્યું. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈમરાન ખાનની સરકારમાં ફવાદ ચૌધરી સૂચના અને પ્રસારણ મંત્રી હતા. હાલ શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે. અત્રે જણાવવાનું કે મેચમાં ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી.

કેપ્ટન બાબર આઝમ જલદી પેવેલિયન ભેગા થઈ ગયા. ભારતીય બોલર્સ સામે પાકિસ્તાનની ટીમ ટકી શકી નહીં. 147 રનના સ્કોર પર આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારે 4, હાર્દિક પંડ્યાએ 3 અને અર્શદીપ સિંહે 2 વિકેટ તથા આવેશ ખાનને એક વિકેટ મળી. 148 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે પણ મેચ સરળ નહતી. ટોપ ઓર્ડર ફરી ફેઈલ જોવા મળ્યો. કેએલ રાહુલ પહેલા જ બોલે આઉટ થઈ ગયા.

જ્યારે કેપ્ટન રોહિત શર્મા ફક્ત 10 રન બનાવી શક્યા. વિરાટ કોહલીએ 35 રનનું મહત્વનું યોગદાન આપ્યું. પણ હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ મેચનું પાસું જ ફેરવી નાખ્યું. જાડેજાએ 35 રન અને હાર્દિક પંડ્યાએ અણનમ 33 રન કર્યા. પંડ્યા મેન ઓફ ધ મેચ બન્યા. હાર્દિક પંડ્યાએ છેલ્લા બોલે છગ્ગો ફટકારીને મેચ જીતાડી હતી.
GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆ રાજ્યોમાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે : ભારતીય હવામાન વિભાગ
Next articleબે પ્રેમીએ પરિવાર વિરુદ્ધ કર્યા લગ્ન, પ્રેમીને પરિવારજનોએ ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો