રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૦૧.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૯૩૩૦.૯૦ સામે ૫૯૧૦૧.૬૯ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૮૬૯૯.૨૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૪૫.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૬૯.૫૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૯૫૦૦.૪૧ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૬૮૭.૧૫ સામે ૧૭૬૩૯.૯૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૫૨૨.૨૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૦૬.૭૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૪.૬૦ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૭૪૧.૭૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અદાણી જુથના સ્ટોકસમાં આવેલી જંગી વેચવાલી,વિદેશી સંસ્થાકીય રોકાણકારો સહિત મંદીવાળાનું હેમરિંગ, ફેડરલ રિઝર્વની મળી રહેલી બેઠક તથા અગામી દિવસોમાં ૧લી ફેબ્રુઆરીએ જાહેર થનારા સામાન્ય બજેટ પૂર્વે ભારતીય શેરબજારોમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. વર્ષ ૨૦૨૩ના નવા વર્ષમાં અત્યારસુધી સ્થિર રહ્યા બાદ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેસનમાં જોરદાર હેમરિંગ જોવા મળ્યું છે. અદાણી જુથ સામે થયેલા આક્ષેપોથી રોકાણકારોનું માનસ ખરડાયું છે.અદાણી સંદર્ભના અહેવાલોને પગલે ગત સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો અને ભારે વેચવાલીને પગલે ભારતીય શેરબજારની માર્કેટ કેપ્સ બે દિવસમાં રૂપિયા ૧૧ ટ્રિલિયન જેટલી ઘટી ગઈ છે, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ભારે બે તરફી અફડાતફડી બાદ ફંડોની નીચા મથાળે લેવાલી જોવા મળી હતી.
વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શન હળવું થતાં તેમજ ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની શેરોમાં સતત વેચવાલી સામે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ અવિરત ખરીદીએ આજે આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન અને કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરો સાથે પસંદગીના ફાઈનાન્સિયલ સર્વિસીસ, કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી અને બેન્કેક્સ શેરોમાં વેલ્યુબાઈંગ વધારતાં બીએસઇ સેન્સેક્સ ૪૨ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૫૪ પોઈન્ટ વધીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૧૮ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૮.૪૭ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૦% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર આઈટી, ટેક, ટેલિકોમ્યુનિકેશન, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ફાઈનાન્સિયલ સર્વિસીસ, કોમોડિટીઝ, કંઝ્યુમર ડિસ્ક્રિશનરી અને બેન્કેક્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૦૪૭ અને વધનારની સંખ્યા ૧૫૫૩ રહી હતી, ૧૬૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, અદાણી જુથને લગતા રિપોર્ટને પગલે ગત સપ્તાહના અંતે નોંધપાત્ર ઘટાડા બાદ ભારતીય શેરબજારની અગામી ચાલ કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ તથા અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દર અંગેના નિર્ણય પર આધાર રાખશે. અગામી દિવોસમાં ભારતીય શેરબજાર માટે વોલેટાઈલ રહેવા પૂરી સંભાવના છે. સંસદનું બજેટ સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને ૧ લી ફેબ્રુઆરીના નાણાં પ્રધાન નિર્મલા સીતારામન લોકસભામાં બજેટ રજુ કરશે. મૂડી ખર્ચ તથા ગ્રામ્ય વિસ્તાર માટે વધુ ફાળવણી બજાર માટે સાનુકૂળ દરખાસ્ત બની રહેશે જ્યારે લોન્ગ ટર્મ કેપિટલ ગેઈન ટેકસના દરમાં અથવા મુદતમાં કોઈપણ વધારો બજાર માટે નેગેટિવ બની રહેશે, તેવો બજારના ખેલાડીઓ મત ધરાવી રહ્યા છે.
આ ઉપરાંત રાજકોષિય તાણ વચ્ચે કોઈ પણ લોકપ્રિય પગલાં પણ બજાર માટે ટૂંકા ગાળે માટે મંદી ઊભી કરી શકે છે. વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા વર્તમાન સરકાર માટે આગામી બજેટ સંપૂર્ણ સ્તરનું અંતિમ બજેટ હશે. અમેરિકન ફેડરલ ઓપન માર્કેટ કમિટિની બેઠક ૩૧ જાન્યુઆરી તથા ૧લી ફેબ્રુઆરીના નિર્ધારી છે, ત્યારે વ્યાજ દર મુદ્દે ફેડરલ કેવી નીતિ અપનાવે છે, તેના પર પણ ભારતીય શેરબજારની નજર રહેલી છે, ઉપરાંત ગત સપ્તાહના અંતિમ ચાર સત્રમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારતીય ઈક્વિટીઝમાં કેશમાં અંદાજીત રૂ. ૯૩૫૨.૧૮ કરોડની નેટ વેચવાલી રહી છે, ત્યારે અગામી દિવસોમાં વિદેશી રોકાણકારોનો વ્યૂહ ફેડરલના નિર્ણય બાદ સ્પષ્ટ થશે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.