Home ગુજરાત ઉત્તર ગુજરાત ગાંધીનગરના ચરેડી વિસ્તારમાંથી સેકટર-24ના ઈલેક્ટ્રીશીયનની બિનવારસી હાલતમાં લાશ મળી

ગાંધીનગરના ચરેડી વિસ્તારમાંથી સેકટર-24ના ઈલેક્ટ્રીશીયનની બિનવારસી હાલતમાં લાશ મળી

33
0

ગાંધીનગરના ચરેડી વિસ્તારમાંથી સવારના સમયે બિનવારસી હાલતમાં સેકટર – 24 ના ઈલેક્ટ્રિશીયનની બિનવારસી હાલતમાં લાશ મળી આવી છે. જો કે યુવાનના શંકાસ્પદ મોત મામલે સેકટર – 21 પોલીસ સ્ટેશન ઓફિસર(પીએસઓ) દ્વારા ચુપકીદી સાધી લેવામાં આવી છે. બીજી  તરફ ઠંડીના કારણે એટેક આવવાથી યુવાન મોતને ભેટયો હોવાની શંકા સેવાઈ રહી છે. ગાંધીનગર ચરેડી છાપરા વિસ્તારમાં બેરોકટોક ચાલતાં તાડીના વેચાણનાં કારણે યુવાધન નશાનાં ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. છતાં પોલીસ કાગળ પર કામગીરી બતાવવા છૂટા છવાયા કેસો કરીને સબ સલામત હોવાનો ડોળ કરી છે.

અહીં નશા યુકત ગોળીની મિલાવટ કરેલી તાડી છૂટથી વેચાતી હોવાથી ભૂતકાળમાં સેકટર – 24 ના બે લોકોએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો. ત્યારે અત્રેના વિસ્તારમાંથી સેકટર – 24 ના આશરે 38 વર્ષીય યુવાનની લાશ બિનવારસી હાલતમાં મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. ગાંધીનગરના સેકટર – 24 પાઠય પુસ્તક મંડળ પાસેના છાપરામાં રહેતા આશરે 38 વર્ષીય મૂળ સૌરાષ્ટ્રના વિક્રમ સોલંકી (દેવીપૂજક) ની બિનવારસી હાલતમાં ચરેડી છાપરાં વિસ્તારથી લાશ મળી આવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નશાનો કારોબાર ચાલતાં વિસ્તારમાંથી વિક્રમની લાશ બિનવારસી હાલતમાં મળી આવતા પરિવાર પણ અવઢવમાં મુકાઈ ગયો છે. સેકટર – 24 માં રહી ઈલેક્ટ્રિકનું કામ કરતો વિક્રમ ગઈકાલે બપોરે જમ્યા પછી કામ અર્થે નીકળી ગયો હતો. જે મોડે સુધી ઘરે પરત નહીં આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે સવારે સમાચાર આવ્યા હતા કે વિક્રમની લાશ ચરેડી છાપરા વિસ્તારથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

જેનાં પગલે તેની પત્ની અને બે બાળકો નોંધારા બની ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને મૃતકની લાશને સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી હતી. ત્યારે ઠંડીના કારણે એટેક આવવાથી મોત થયાની શંકા સેવાઈ રહી છે.

જો કે આ શંકાસ્પદ મોત મામલે સેકટર – 21 પોલીસ મથકના ફરજ પરના સ્ટેશન ઓફિસરે પ્રાથમિક વિગતો આપવાનો ઈન્કાર કરીને એસપી કચેરીમાંથી વિગતો મેળવી લેવાની ખો આપી ચુપકીદી સાધી લેવાઈ છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઅમરેલીમા હેકરોની લડારમાં ભાજપના નેતાઓ મહામંત્રી બાદ ડો.ભરત કાનાબારનું ઇન્સ્ટાગ્રામ હેક થયું
Next articleભારતીય શેરબજાર જોખમી તબક્કામાં… નિફ્ટી ફયુચર ૧૮૦૦૮ પોઈન્ટ મહત્વની સપાટી…!!!