Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારે વિક્રમ રચ્યો, BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ All Time High...

ભારતીય શેરબજારે વિક્રમ રચ્યો, BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ All Time High પર..

10
0

(GNS),09

ભારતીય શેરબજાર 8 સપ્ટેમ્બર 2023ના રોજ શુક્રવારે સતત છઠ્ઠા દિવસે તેજી પર બંધ થયું હતું. સ્થાનિક શેરબજારોમાં ચાલી રહેલી તેજી વચ્ચે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 8 સપ્ટેમ્બરના રોજ વધીને રૂપિયા 320.94 લાખ કરોડની નવી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. ટ્રેડિંગ સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 333.35 પોઈન્ટ્સ અથવા 0.50 ટકા વધીને 66,598.91 પર બંધ થયો હતો. 31 ઓગસ્ટથી સેન્સેક્સે કુલ 1,767.5 પોઈન્ટ એટલે કે 2.72 ટકાનો વધારો કર્યો છે. આ તેજીના વાતાવરણમાં, BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,20,94,202.12 કરોડની નવી ઓલ-ટાઇમ હાઈએ પહોંચ્યું હતું.

કોટક સિક્યોરિટીઝ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ – ટેક્નિકલ રિસર્ચ અમોલ આઠવલેએ જણાવ્યું હતું કે, નબળા એશિયન અને યુરોપિયન બજારોના વલણને નકારતા સતત છઠ્ઠા દિવસે મુખ્ય સૂચકાંકોએ ફરી એકવાર નક્કર વધારો નોંધાવ્યો હતો. તેમણે કહ્યું કે મોટી અર્થવ્યવસ્થાઓમાં તકના અભાવને કારણે રોકાણકારો ભારત પર દાવ લગાવી રહ્યા છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ 8 સપ્ટેમ્બરના રોજ વધીને રૂ. 320.92 લાખ કરોડ થયું હતું જે 7 સપ્ટેમ્બરના રોજ રૂ. 319.10 લાખ કરોડ હતું. આ રીતે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 8 સપ્ટેમ્બરના રોજ લગભગ રૂ. 1.82 લાખ કરોડનો વધારો થયો છે. આ રીતે રોકાણકારોની સંપત્તિમાં લગભગ 1.82 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleG20 પહેલા મનમોહન સિંહે મોદી સરકારના વખાણ કર્યા
Next article15 સપ્ટેમ્બરે Cellecor Gadgets Limited IPOની પ્રાઇસ બેન્ડ જાહેર