Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડીના અંતે દરેક ઉછાળે ફંડોની નફારૂપી વેચવાલી યથાવત્…!!

48
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૩૦.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૧૩૩.૮૮ સામે ૬૧૩૨૯.૧૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૭૪૩.૭૧ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૬૪૮.૯૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૯૩.૧૪ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૮૪૦.૭૪ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૩૭૪.૦૦ સામે ૧૮૩૩૮.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૧૭૨.૩૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૨૦૧.૬૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૫.૪૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૦૬.૮૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

કેલેન્ડર વર્ષ ૨૦૨૨નો શેરબજારોમાં અંતિમ દિવસ હોઈ આજે ફંડોએ પસંદગીના પોર્ટફોલિયોના શેરોમાં શરૂઆતમાં વેલ્યુબાઈંગ કર્યું હતું. ચાઈનામાં કોવિડની સ્ફોટક સ્થિતિ છતાં નિયંત્રણો સતત હળવા કરવાનું ચાલુ રાખતાં પડોશી દેશોમાં કોવિડના જોખમને લઈ ભારત સહિતના દેશોના સાવચેતીના પગલાં વચ્ચે ફંડોએ શેરોમાં આજે પસંદગીની તેજી કરી હતી, જો કે વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નબળાઈને લઈ આજે ભારતીય શેરબજારમાં પણ ઉચાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, મેટલ, કમોડિટીઝ, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં ફંડોની ખરીદી સામે એફએમસીજી, બેન્કેક્સ, યુટિલિટીઝ, પાવર, ટેક, ફાઈનાન્સિયલ સર્વિસિસ, હેલ્થકેર, કેપિટલ ગુડ્સ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૨૯૩ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૮૫ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૦ લાખ કરોડ વધીને રૂ.૨૮૨.૩૮ લાખ કરોડ રહ્યું હતું.

ભારતીય શેરબજારોમાં કેલેન્ડર વર્ષ ૨૦૨૨ એક તરફ ઐતિહાસિક નીવડયું છે, તો બીજી તરફ આ વર્ષનો આરંભ યુક્રેન – રશિયા યુદ્ધ અને અંત ફરી ચાઈના સહિતમાં કોરોના વિસ્ફોટ રૂપે બન્ને રોકાણકારોને અણધાર્યા આંચકા આપી વિદાય લઈ રહ્યું છે. આરંભમાં યુક્રેન-રશિયા યુદ્વે બજારને કોરોના મહામારીના પાછલા બે વર્ષ વૈશ્વિક અર્થતંત્ર અને વૈશ્વિક બજારો માટે હચમચાવી મૂકનારા નીવડયા તો બીજી તરફ ભારતીય બજારો માટે એકંદર તેજીના નીવડયા બાદ કેલેન્ડર વર્ષ ૨૦૨૨ પણ અનેક પડકારો વચ્ચે ઐતિહાસિક અનેક વિક્રમો સર્જનારૂ ઝળહળતું નીવડયું છે. વૈશ્વિક બજારોથી વિપરીત એકંદર વર્ષ દરમિયાન ભારતીય શેરબજારોમાં શરૂઆતના મહિનાઓમાં સ્થાનિક ફંડો – સંસ્થાકીય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડોના રોકાણ થકી તો વર્ષાંત પૂર્વે ફરી ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોના ફરી વહેતાં થયેલા રોકાણ પ્રવાહ થકી બજાર ઐતિહાસિક ઊંચાઈને આંબી શક્યું હતું. 

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૭૬% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, મેટલ, કમોડિટીઝ, કંઝ્યુમર ડ્રિસ્ક્રિશનરી, ઓઈલ એન્ડ ગેસ અને એનર્જી શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૨ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૫૦ અને વધનારની સંખ્યા ૨૧૫૦ રહી હતી, ૧૩૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, આવનારૂ નવું વર્ષ ૨૦૨૩ અનેક પડકારોનું રહેવાની શકયતા છતાં ભારતની ગ્રોથ સ્ટોરી અકબંધ હોવાથી અને સ્થાનિક સંસ્થાકી રોકાણકારો એટલે કે મ્યુચ્યુઅલ ફંડો અને નાણા સંસ્થાકીઓ થકી બચતોનું સતત શેરોમાં રોકાણ થઈ રહ્યું હોઈ ભારતીય શેરબજારોમાં નિફટી ફ્યુચર ૨૧,૦૦૦ પોઈન્ટની સપાટી અને સેન્સેક્સ ૬૯,૦૦૦ પોઈન્ટની સપાટી બતાવી શકે છે. વૈશ્વિક મંદીનો ભય, જીઓપોલિટીકલ ટેન્શન, ચાઈનામાં વધતાં કોવિડ કેસો, વચ્ચે વર્ષ ૨૦૨૨ના અંતમાં વૈશ્વિક શેરબજારોમાં અફડાતફડી સાથે અનિશ્ચિતતા પ્રવર્તિ રહી છે, ત્યારે અગાઉના વર્ષોમાં પણ આ પડકારોને ઝીલવામાં ભારત સફળ રહી અડીખમ રહ્યું હોવાથી અને નવા ઈતિહાસ રચતું આવ્યું છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન કોર્પોરેટ કમાણીમાં વૃદ્વિ ૨૪%ના કમ્પાઉન્ડેડ વાર્ષિક દરેરહી આ સાથે જીડીપી અને પીએમઆઈ આંકમાં પણ કોરોના મહામારી બાદ રિકવરીએ ધિરાણ વૃદ્વિ પણ છેલ્લા કેટલાક મહિનાઓમાં ૧૫%ના દરે રહેતાં બજારમાં તેજીનો સંચાર થયો હતો.

કોરોનાની ચાઈનામાં નવી ઘાતક લહેરના વર્તમાન નેગેટીવ પરિબળ સામે જીઓપોલિટીકલ ટેન્શન નવા વર્ષમાં હળવું થવાના યુક્રેન – રશિયા યુદ્વ અંતના મળી રહેલા સંકેત અને રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, બેંકિંગ, ટેલીકોમ સહિતના ઘણા સાઈકલિકલ ક્ષેત્રોમાં રિકવરીની અને ઉદ્યોગના કોન્સોલિડેશન સાથે ક્ષમતા વપરાશ ઘર આંગણે વધવાના સંકેત મળી રહ્યા છે. જેથી ખાનગી રોકાણમાં મોટી વૃદ્વિ શકય બની શકે છે. આ સાથે ચાઈના અને યુરોપના સંકટ સામે ભારત સરકારે તકો ઝડપીને આત્મનિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, પીએલઆઈ સ્કિમ સહિતની ઘણી સરાહનીય પહેલ કરતાં ભારતમાં મેન્યુફેકચરીંગ ક્ષેત્રોનો જીડીપીમાં હિસ્સો વર્તમાન ૧૫%થી વધવાની અપેક્ષા છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમહિલા એથલિટ કોચે પંજાબના ખેલ મંત્રી પર ગંભીર આરોપ લગાવ્યો
Next articleનડિયાદના આખડોલમાં એસએમસીનો દરોડો, 12.40 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.