રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૩.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૬૧૪૧૮.૯૬ સામે ૬૧૭૭૯.૭૧ પોઈન્ટના મથાળેથી ખુલીને ૬૧૪૪૨.૬૯ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૮.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૯૧.૬૨ પોઈન્ટના ઉછાળા સાથે ૬૧૫૧૦.૫૮ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૨૮૧.૦૦ સામે ૧૮૩૫૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૨૬૪.૯૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૩.૧૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૨.૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૨૬૯.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય અર્થતંત્ર વૈશ્વિક જીઓપોલિટીકલ ટેન્શનના પગલે આર્થિક સંકટમાં પણ અન્ય દેશોની તુલનાએ અડીખમ ઊભું રહી શક્યું હોઈ ભારતમાં આર્થિક વિકાસની મોટી તકો હોવાની દૂરંદેશી સાથે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં દરેક ઘટાડે ખરીદીની તક ઝડપતાં બજાર આંચકા પચાવી સતત પોઝિટીવ ઝોનમાં રહ્યું હતું. સપ્તાહના ત્રીજા દિવસે બેન્કેકસ, મેટલ અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી અને એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને બજાજ ફાઈનાન્સ સહિતના ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે ગેપ અપ ખૂલ્યા બાદ ફંડોની કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક અને આઇટી શેરોમાં વેચવાલી અને એફએમસીજી, કમોડિટીઝ અને ટેલિકોમ્યુનિકેશન ફ્રન્ટલાઈન શેરોમાં પ્રોફિટ બુકિંગે સેન્સેક્સ આરંભિક તબક્કામાં બે તરફી અફડાતફડી બાદ વધ્યા મથાળે વેચવાલી નોંધાતા બીએસઇ સેન્સેક્સ ૯૧ પોઈન્ટ વધીને અને નિફટી ફ્યુચર ૧૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા.
ફૂગાવો – મોંઘવારીનું જોખમ સતત વધી રહ્યું હોઈ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધુ તીવ્ર વધારો થવાની અને હજુ બે વખત યુ.એસ. ફેડરલ રિઝર્વ ૦.૭૫%નો વ્યાજ દર વધારો કરશે એવા અહેવાલ વચ્ચે આજે વૈશ્વિક બજારોમાં સાવચેતી સાથે ભારતીય શેરબજારોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી હતી. ચાઈના કોવિડ અંકુશોમાંથી બહાર આવીને રીઓપનીંગમાં હવે ફલાઈટ પૂર્વવત કરી રહ્યાના અહેવાલ વચ્ચે ફયુલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ક્રુડ ઓઈલના ભાવમાં ફરી વધારો થતાં ઉછાળે સાવચેતી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં સાવચેતી સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશનમાં વધારો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫૪% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કેપિટલ ગુડ્સ, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ટેક, આઇટી, એફએમસીજી, કમોડિટીઝ અને ટેલિકોમ્યુનિકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૭ અને વધનારની સંખ્યા ૧૮૫૦ રહી હતી, ૧૩૦ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, ભારતના ફોરેક્સ રિઝર્વમાં ઝડપથી ઘટાડો થતાં, કેટલાક રોકાણકારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ૫૦૦ બિલિયન ડોલરથી નીચેનો ઘટાડો રિઝર્વ બેંકને વ્યાજદરમાં વધુ આક્રમક રીતે વધારો કરવાની ફરજ પાડશે. બીજા શબ્દોમાં કહીએ તો, જો ડોલર નબળો પડવાનું શરૂ થાય તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફરીથી રિઝર્વ એકઠા કરવાનું શરૂ કરી શકે છે. આનાથી રૂપિયો નીચા સ્તરે રહેશે. આરબીઆઈએ ચલણના બચાવ માટે ૨૦૨૧ના અંતથી લગભગ ૧૦૦ બિલિયન ડોલર ફોરેક્સ અનામતનો ઉપયોગ કર્યો છે. આ પ્રકારની કાર્યવાહી અર્થપૂર્ણ છે કારણ કે તે પહેલા ફોરેક્સ અનામત એકઠું કરી રહ્યુ હતું અને તે ફુગાવા વધે નહીં તે માટે રૂપિયામાં સ્થિરતા ઈચ્છે છે. ૨૦૨૨ની શરૂઆતમાં ભારતીય રૂપિયાએ વધુ સારો દેખાવ કર્યો હતો. પરંતુ ઓગસ્ટમાં શરૂ થયેલા યુઆનના અવમૂલ્યનથી રૂપિયો તૂટવા માટે દબાણ આવ્યું હતું. જે સ્તરનો આરબીઆઈ બચાવ કરી રહી છે.
મોર્ગન સ્ટેનલીએ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩માં અપેક્ષા રાખી શકાય કે રૂપિયો, નબળો ડોલર હોવા છતાં, તેના એશિયન સમકક્ષોની તુલવામાં સારો દેખાવ કરશે. કોમોડિટી વ્યૂહરચનાકારો અપેક્ષા રાખે છે કે, આગામી વર્ષના અંત સુધીમાં તેલના ભાવ ૧૧૦ ડોલર બેરલ સુધી પહોંચી જશે. ચીન ફરી ધમધમતું થવાથી ઘરેલું મુસાફરી પહેલાની જેમ શરૂ થશે અને હવાઈ અને કારની મુસાફરીને કારણે બળતણની વધતી માંગ પણ તેલના ભાવને ટેકો આપી શકે છે. જે સરવાળે ભારનતા ચાલુ ખાતા અને રૂપિયા પર ભાર મૂકશે. બોન્ડ માર્કેટમાં, બજાર ૬.૫%ના ટર્મિનલ રેટમાં ભાવ ચાલુ રાખે છે, જે મતે, સ્ટોકી ફોર ફુગાવાને જોતાં વ્યાજબી છે. હકીકત એ છે કે હેડલાઈન ફુગાવો માર્ચ ૨૦૨૩ પહેલા ૬%થી નીચે નહીં આવે તે સૂચવે છે કે આરબીઆઈ હજુ પણ આકરા પગલા ભરી શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.