રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૪.૧૧.૨૦૨૨ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૧૭૯૫.૦૪ સામે ૬૧૭૬૫.૮૬ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૧૫૭૨.૦૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૪૪.૨૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭૦.૮૯ પોઈન્ટના ઘટાડા સાથે ૬૧૬૨૪.૧૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૪૨૪.૦૦ સામે ૧૮૪૩૨.૭૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૩૬૨.૬૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૨.૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૫૩.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૩૭૦.૧૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
અમેરિકામાં ઓકટોબર મહિનાના ફુગાવાના આંક અપેક્ષાથી વધુ ઘટીને ૭.૭% આવતાં યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં તીવ્ર વધારાને બ્રેક લાગવાનું સ્પષ્ટ થતાં અમેરિકી શેરબજારમાં તોફાની ઉછાળો આવતાં તેમજ અમેરિકી ડોલર સામે અન્ય દેશોના ચલણોના મૂલ્યમાં તીવ્ર વધારો થવા સાથે ચાઈનાએ ક્વોરન્ટાઈન અંકુશો હળવા કર્યાના અહેવાલ વચ્ચે ગત સપ્તાહે વૈશ્વિક બજારોમાં તેજી સાથે ભારતીય શેરબજારમાં અપેક્ષિત તેજીનું તોફાન જોવાયું હતું, જો કે આજે સપ્તાહના પ્રથમ દિવસે ઉછાળે સાવચેતી જોવા મળી હતી. આજે શરૂઆતી તબક્કામાં એશીયાના બજારોમાં સાર્વત્રિક તેજી સાથે ભારતીય શે બજારમાં આજે મેટલ, રિયલ્ટી, કમોડિટીઝ, આઈટી શેરોની આગેવાનીએ ફંડોએ લાર્જ કેપ શેરોમાં અપેક્ષિત આક્રમક તેજી કરતાં સેન્સેક્સે ૬૧૯૧૬.૨૪ પોઈન્ટની અને નિફટી ફ્યુચરે ૧૮૪૫૫ પોઈન્ટની બાવન સપ્તાહની નવી ટોચ બનાવી અંતે ઘટાડા સાથે બંધ રહ્યા હતા. લાર્જ કેપ શેરોમાં ફંડો, દિગ્ગજોએ મોટાપાયે ખરીદી કર્યા સામે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં સામાન્ય લેવાલી કરી હતી.
કોર્પોરેટ પરિણામોની સપ્ટેમ્બર ૨૦૨૨ના અંતના ત્રિમાસિકની સીઝનમાં અપેક્ષિત સારા પરિણામ સામે એફએમસીજી, કેપિટલ ગુડ્સ, યુટિલિટીઝ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને પાવર શેરોમાં ફંડોના પ્રોફિટ બુકિંગે બીએસઇ સેન્સેક્સ ૧૭૦ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૫૩ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં સામાન્ય લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૨૨ લાખ કરોડ વધીને રૂ.૨૮૪.૭૮ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૦૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સેક્ટરલ ઈન્ડાયસીસમાં મેટલ, રિયલ્ટી, કમોડિટીઝ, આઈટી, હેલ્થકેર, ટેક, ઓટો અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૬૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૮૯૯ અને વધનારની સંખ્યા ૧૭૧૮ રહી હતી, ૧૫૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, રૂપિયા પરના દબાણને ખાળવા રિઝર્વ બેન્કની દરમિયાનગીરીનો બચાવ કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, વિનિમય દરમાં બિનજરૂરી વોલેટિલિટી ન થાય તેની ખાતરી રાખવા ફોરેકસ રિઝર્વનો ચોકસાઈપૂર્વક ઉપયોગ થવો જરૂરી છે. રિઝર્વ બેન્ક ફોરેકસ રિઝર્વનો આડેધડ ઉપયોગ કરી રહી હોવાના નિરીક્ષણો આવી રહ્યા છે. પરંતુ આવું નથી. પ્રતિકૂળ દિવસોમાં જ અમે રિઝર્વનો ઉપયોગ કરીએ છીએ એમ એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું હતું.
રશિયા-યુક્રેન યુદ્ધને કારણે કોમોડિટીઝના ભાવમાં આવેલા ઉછાળા તથા વધી રહેલા ફુગાવાને પગલે વિવિધ દેશો દ્વારા તેમની નાણાં નીતિને સખત બનાવવા હાથ ધરાઈ રહેલા પગલાંને કારણે ભારતીય રૂપિયા સહિત વિવિધ ચલણો પર તાજેતરમાં દબાણ આવ્યું છે. રૂપિયા પરના દબાણને અટકાવવા રિઝર્વ બેન્કો ફોરેકસ રિઝર્વમાંથી ડોલરનું જંગી વેચાણ કર્યું છે. વર્ષ ૨૦૨૦ તથા ૨૦૨૧માં જ્યારે દેશના રિઝર્વમાં જોરદાર ઈન્ફલોઝ થયો હતો ત્યારે એક દિવસ આઉટફલોઝ થશે તેની રિઝર્વ બેન્કને જાણ હતી જ એમ ગવર્નરે વધુમાં જણાવ્યું હતું. હાલના સ્તરે પણ આપણા રિઝર્વનું સ્તર સાનુકૂળ છે. ઓકટોબર માસનો ફુગાવો નીચો આવવાની રિઝર્વ બેન્ક અપેક્ષા રાખી રહી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.