રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૭.૦૩.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૬૩૪.૮૪ સામે ૫૮૦૩૮.૧૭ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૫૦૩.૯૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૭૫.૦૪ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૫૫.૦૬ પોઈન્ટના ઉછાળા સાથે ૫૭૯૮૯.૯૦ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૦૪૭.૩૦ સામે ૧૭૧૬૫.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૦૨૦.૦૫ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૮૮.૭૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩૦.૮૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૧૭૮.૧૫ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
યૂએસ અને યૂરોપમા બેન્ક સંકટની ભારત પર ખાસ અસર નહીં થાય તેવા આશાવાદ સાથે આજે સપ્તાહના અંતે ભારતીય શેરબજારમાં સવારથી જ ભારે લેવાલી જોવા મળી હતી. રિયલ્ટી, મેટલ, બેન્ક, આઈટી, ટેકનો અને પાવર શેરોમાં ભારે લેવાલીને પગલે શુક્રવારે ભારતીય શેરબજાર સતત બીજા સેશનમાં ગ્રીન ઝોનમાં બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ ૩૫૫ પોઈન્ટ્સ વધીને બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૧૭૧૫૦ પોઈન્ટની ઉપર બંધ રહ્યો હતો. આજે એચસીએલ ટેકનોના શેર ૩.૫૮% વધ્યા હતા જ્યારે આઈશર મોટર્સના શેરમાં ૨%નો ઘટાડો જોવા મળ્યો હતો.
ગ્રીન ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં હિન્દાલ્કો, અલ્ટ્રાકેમ્કો, યૂપીએલ અને જેએસડૂલ્યૂ સ્ટીલનો સમાવેશ થાય છે. આજે રેડ ઝોનમાં બંધ રહેલા અન્ય મુખ્ય શેરોમાં એનટીપીસી, મારુતિ, આઈટીસી અને પાવરગ્રીડનો સમાવેશ થાય છે. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઉછાળા સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૭ લાખ કરોડ વધીને રૂ.૨૫૭.૫૨ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૬૯% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર ઓટો, હેલ્થકેર અને એફએમસીજી શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૫૪ અને વધનારની સંખ્યા ૨૦૪૭ રહી હતી, ૧૩૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, વૈશ્વિક સ્તરે અમેરિકામાં ગત સપ્તાહે સિગ્નેચર બેન્ક અને ન્યૂયોર્ક બેન્કે નાદારી નોંધાવી હતી. તે ઉપરાંત, સિલિકોન વેલી બેન્કને તાળા લાગતાં અનેક સ્ટાર્ટઅપ્સ, ટેક કંપનીઓ, ઉદ્યોગસાહસિકો અને VC ફંડ્સ ચિંતામાં મૂકાયા છે. સ્વિઝ જાયન્ટ ક્રેડિટ સ્વીસ ગ્રુપમાં સૌથી મોટી આંતરરાષ્ટ્રીય રોકાણકાર સાઉદી અરેબિયાની નેશનલ બેંકના ચેરમેને નવું રોકાણ નહીં કરે એવું નિવેદન કરતાંની સાથે ક્રેડિટ સ્વીસના શેરમાં જોતજોતામાં ગાબડાં પડવા લાગી શેર ૩૦% તૂટી ઐતિહાસિક નવા તળીયે આવી ગયો હતો. નિયામક અંકુશોને લઈ બેંકોમાં વૈશ્વિક ઈન્વેસ્ટરો માટે નવું રોકાણ કરવું પણ પરવાનીત નહીં બનતાં વૈશ્વિક બેંકિંગ જાયન્ટો નવું રોકાણ મેળવવામાં અસમર્થ રહ્યાનો ભોગ બન્યાનું જાણવા મળે છે.
આ સાથે જર્મનીની જાયન્ટ બીએનપી પારિબાસના શેરમાં પણ ગાબડાં પડવા લાગી અન્ય બેંકિંગ, ફાઈનાન્સ કંપનીઓના શેરોમાં ડોઈશ બેંક, સોસાયટી જનરલ અને યુબીએસના શેરોમાં પણ મોટું ધોવાણ થયું હતું. અમેરિકામાં ૨ બેન્કે નોંધાવેલી નાદારી બાદ તેની ભારત પર શું અસર થશે તે અંગે અત્યારે કંઇ જ કહી શકાય નહીં. તેની ખાસ કરીને વૈશ્વિક માંગ, ઇંધણની માંગ, યુએસમાં વ્યાજદરોને લઇને સકારાત્મક અસર જોવા મળી શકે છે. તે પ્રકારની પ્રતિક્રિયા આપણા માટે સકારાત્મક રહેશે, પછી ભલે તે નિકાસ વૃદ્ધિ પર થનારી અસર હોય. ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન દેશનો આર્થિક વૃદ્ધિદર ૭% ની આસપાસ રહેવાની સંભાવના છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.