Home દુનિયા નોબેલ સમિતિના ઉપનેતાનું નિવેદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ નોબેલ પુરસ્કારના સૌથી મોટા...

નોબેલ સમિતિના ઉપનેતાનું નિવેદન, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંતિ નોબેલ પુરસ્કારના સૌથી મોટા દાવેદાર

55
0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શાંતિ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે તેવી શક્યતા છે. નોબેલ પુરસ્કાર સમિતિના ઉપનેતા અસલે તોજેને પીએમ મોદીને શાંતિ નોબેલ પુરસ્કારના સૌથી પહેલા દાવેદાર ગણાવ્યા છે. અસલે તોજેએ જણાવ્યુ હતુ કે, નરેન્દ્ર મોદી આજે વિશ્વમાં શાતિનો સૌથી વિશ્વસનીય ચહેરો છે. તેમણે પોતાને મોદીના બહુ મોટા પ્રશંસક ગણાવ્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, ‘નરેન્દ્ર મોદી સૌથી ભરોસાપાત્ર નેતા છે. તેઓ યુદ્ધ બંધ કરાવીને શાંતિ સ્થાપવા માગે છે. નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે ભારત અમીર અને શક્તિશાળી દેશ બની ગયો છે. જો સૌથી યોગ્ય નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી નોબેલ શાંતિ પુરસ્કાર જીતશે તો તે ઐતિહાસિક હશે.’

ઉલ્લેખનીય છે કે, અસલે તોજે નોર્વેની નોબેલ સમિતિના ઉપનેતા છે. આ સમિતિ શાંતિ પુરસ્કારના વિજેતા નક્કી કરે છે. અસલે એક વિદ્વાન અને લેખક છે. તેઓ જર્મની, ફ્રાન્સ, બેલ્જિયન, ઇંગ્લેન્ડ અને અમેરિકામાં કામ કરી ચૂક્યા છે. તેમણે ઓસ્લો અને ટ્રોમ્સો યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી પીએચડી કરી છે. મહત્ત્વનું છે કે, નોબેલ શાંતિ પુરસ્કાર દર વર્ષે તેવા વ્યક્તિને આપવામાં આવે છે કે જેણે દુનિયામાં શાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હોય. સેનામાં ઘટાડો કરી અને શાંતિ સ્થાપિત કરનારા નેતાઓને આ સન્માન આપવામાં આવે છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને વર્ષ 2009નો શાંતિ નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2014માં ભારતના કૈલાશ સત્યાર્થીને પણ આ સન્માન પ્રાપ્ત થયો હતો. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી લડાઈએ વિશ્વના દેશોને બે જૂથમાં વહેંચી નાંખ્યા છે. એક તરફ અમેરિકા અને તેના સહયોગી દેશ છે જે રશિયાના હુમલાનો વિરોધ કરી રહ્યા છે અને યુક્રેનનો સાથ આપી રહ્યા છે. બીજી તરફ રશિયાના નજીકના દેશો છે. ભારત કોઈપણ જૂથમાં નથી. ભારતના સંબંધ રશિયા અને યુક્રેન બંને સાથે સારા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, કૂટનીતિ અને વાતચીતથી યુક્રેન સંકટનું સામાધાન થઈ શકે તેમ છે.

Previous articleભાજપના સાંસદે એવું તો શું કામ કર્યું કે પ્રધાનમંત્રીએ પણ કર્યા વખાણ
Next articleભારતીય શેરબજારમાં ઉછાળે વેચવાલી… નિફ્ટી ફયુચર ૧૭૪૦૪ પોઈન્ટ મહત્વની સપાટી…!!!