Home વ્યાપાર જગત - BUSINESS ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

ભારતીય શેરબજારમાં અફડાતફડીના અંતે દરેક ઉછાળે સાવચેતીનો માહોલ યથાવત્…!!

37
0

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૧૨.૨૦૨૨ ના રોજ…..

BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૬૦૯૨૭.૪૩ સામે ૬૦૮૧૧.૫૨ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૬૦૭૧૩.૭૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૩૬૧.૫૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૭.૧૫ પોઈન્ટના ઘટાડા સાથે ૬૦૯૧૦.૨૮ પોઈન્ટ બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૮૧૩૮.૦૦ સામે ૧૮૦૯૭.૭૫ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૮૦૭૩.૮૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૦૪.૫૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫.૬૫ પોઈન્ટના ઘટાડા સાથે ૧૮૧૨૨.૩૫ પોઈન્ટ બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ચાઈનામાં કોરોના વિસ્ફોટ અને વર્ષાંતના સમયમાં અમેરિકા, યુરોપના દેશોમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા સાથે બરફના તોફાનને પરિણામે પરિસ્થિતિ કથળી રહ્યા છતાં ચાઈનાએ ઝીરો કોવિડ પોલીસી પાછી ખેંચી લીધા બાદ હવે સરહદો પણ આગામી મહિનાથી ખોલી નાખવાના આપેલા સંકેત વચ્ચે આજે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી હતી. મેટલ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, ટેક, કેપિટલ ગુડ્સ અને આઈટી શેરોમાં વેચવાલી સામે કંઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, એનર્જી, યુટિલિટીઝ, પાવર અને ઓઈલ એન્ડ ગેસ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે પસંદગીની લેવાલી કરી હતી.

ચાઈનામાં કોરોનાના વિસ્ફોટ વચ્ચે હવે હર્ડ ઈમ્યુનિટી લોકોમાં લાવવા ચાઈનાએ પોતાની ઝીરો કોવિડ પોલીસી બંધ કર્યા સાથે તાજેતરમાં સરહદો સીલ કરવાના નિર્ણય બાદ હવે સરહદો આગામી મહિનાથી ખોલી નાખવાનો નિર્ણય લીધાના અહેવાલો વચ્ચે ફંડોએ શેરોમાં શોર્ટ કવરિંગ સાથે પસંદગીની ખરીદી કરતા નીચા મથાળેથી રિકવરી નોંધાતા ભારતીય શેરબજાર નજીવા ઘટાડા સાથે બંધ રહ્યું હતું. વૈશ્વિક મોરચે અમેરિકામાં મંદીના વધતાં જતાં ફફડાટના પરિણામે વૈશ્વિક બજારોમાં સર્જાયેલી ઉથલપાથલ બાદ યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં હવે મામૂલી વધારો કરવામાં આવશે એવી અપેક્ષા અને ભારતમાં હવે આર્થિક સુધારાને ઝડપી આગળ વધારવાના સંકેતે ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સામે સ્મોલ, મિડ કેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૭ કરોડ વધીને રૂ.૨૮૧.૧૨ લાખ કરોડ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૩% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, સર્વિસીસ, ટેક, કેપિટલ ગુડ્સ, આઈટી, બેન્કેક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૬૨૯ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૪૬૯ અને વધનારની સંખ્યા ૨૦૧૭ રહી હતી, ૧૪૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.

બજારની ભાવિ દિશા….

મિત્રો, વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં, ભારતીય બેન્ચમાર્ક સૂચકાંકો – નિફ્ટી અને બીએસઇ સેન્સેક્સ વર્ષ ૨૦૨૨માં દર વર્ષ-ટુ-ડેટ અંદાજીત ૬% આસપાસની નજીવી વૃદ્ધિ નોંધાવી છે. વર્ષ ૨૦૨૨માં જોવા મળેલી અસ્થિરતા આવતા વર્ષના પ્રથમ અર્ર્ધવાર્ષિક ગાળા સુધી આગળ વધે તેવી શક્યતા છે. ક્ષેત્રીય રીતે, નિફ્ટી પીએસયુ બેન્કે આ વર્ષે આકર્ષક દેખાવ સાથે તેણે ૭૫%થી વધુ વૃદ્ધિ નોંધાવી હતી, ત્યારબાદ નિફ્ટી એફએમસીજી, ઓટો અને મેટલ્સનો સમાવેશ થાય છે, જ્યારે નિફ્ટી આઇટીમાં મહત્તમ કડાકો જોવા મળ્યો હતો કારણ કે તે આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ ૨૫% ઘટયો હતો. ઉપરાંત વર્ષ ૨૦૨૧માં ૧૪૫ અબજ ડોલરના મર્જર એન્ડ એક્વિઝિશન સોદાની સામે વિદાય લઈ રહેલા ૨૦૨૨ના વર્ષમાં એમએન્ડએના ૧૭૧ અબજ ડોલરના વિક્રમી સોદા થયા છે.

એચડીએફસી બેન્ક અને એચડીએફસીના ૫૭.૮૦ અબજ ડોલરના એકીકરણને કારણે ૨૦૨૨માં એમએન્ડઓનો આંક ઊંચો જોવા મળ્યો છે. અદાણી જુથ દ્વારા સિમેન્ટ, મીડિયા તથા પોર્ટસ ક્ષેત્રે ફેલાવાયેલી પાંખોને કારણે પણ વિક્રમી આંક જોવા મળ્યો છે. વિદેશી કંપનીઓ હસ્તગત કરવામાં ભારતની કંપનીઓ ૨૦૨૨માં આક્રમક રહી હોવાનું પણ જોવા મળ્યું હતું. બેન્કો દ્વારા ધિરાણ પૂરા પાડવામાં આક્રમકતા તથા દેશના અર્થતંત્રની સાનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખતા વર્ષ ૨૦૨૩માં પણ એમએન્ડએ સોદામાં ગતિ જળવાઈ રહેવાની અપેક્ષા રખાઈ રહી છે. વૈશ્વિક મંદીને ધ્યાનમાં રાખતા ભારતીય કંપનીઓ દ્વારા વિદેશમાં એક્વિઝિશન આગામી વર્ષે મંદ પડવાની શકયતા નકારાતી નથી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનેપાળથી લઈને ઉત્તરાખંડ સુધી રાતના સમયે 3 વખત આવ્યો જોરદાર ભૂકંપ
Next articleચોટીલા પાસે હાઈવે પર દોડતી બસમાં વિકરાળ આગ, મુસાફરો જીવ બચાવવા ભાગ્યા, પણ એકનું આગની લપેટમાં મોત
Nikhil Bhatt is a SEBI registered individual Research Analyst under the SEBI (Research Analysts) Regulations, 2014 is an entrepreneur, global thought leader with a sound understanding trend of BSE, NSE, financial industry segments and investment trends. According to Nikhil Bhatt, “Our mission is to spread financial awareness and improve financial literacy in a concise, simple and easy-to-understand manner. Backed by scientific research, ethical principles and reliable data, our publications benefit and guide the Indian financial / non financial community like merchants, managers, investors, traders and readers. We seek to make investment decisions more objective and mature”.